ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણો પર આદર્શ આચાર સંહિતાના કથિત ઉલ્લંઘન મામલે પોતાના કમિશ્નરની અસંમતિ નોટને જાહેર કરવાથી સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. સુચનાના અધિકારી કાયદા (આરટીઆઇ) અંતર્ગત તેની માગ કરવામાં આવી હતી. ચૂંટણી પંચે કહ્યું કે એવી સુચના આપવાથી છૂટ મળી છે જેનાથી કોઇ વ્યક્તિ સામે જીવનું કે શારીરિક સુરક્ષા જોખમમાં મુકાય.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ભાષણો વડે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતી ફરિયાદો પર કરવામાં આવેલા નિર્ણય પર અશોક લવાસાએ અસંમતિ વ્યક્ત કરી હતી. જોકે, આયોગે પીએમ મોદીને ક્લીન ચીટ આપી હતી.
લવાસા આચાર સંહીતા ઉલ્લંઘનની ફરિયાદો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને સીધે સીધી સતત ક્લિનચિટ અને વિરોધી દળોના નેતાઓને નોટિસ ફટકારવાની વિરુદ્ધ ફટકારવાની વિરુદ્ધ રહ્યા છે.
ચૂંટણી પંચની બેઠકમાં પોતાનો અલગ મત રાખવાને કારણે ચર્ચામાં રહેલા અશોક લવાસાએ મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને કહ્યુ હતુ કે ત્રણ સભ્યો ધરાવતા ચૂંટણી પંચમાં એક સભ્યનો પણ વિચાર અલગ હોય તો તેને આદેશમાં લખવામાં આવે. લવાસા ચૂંટણી પંચમાં સુપ્રીમ કોર્ટ જેવી વ્યવસ્થા ઈચ્છે છે. જેવી રીતે કોર્ટની ખંડપીઠ અથવા વિશેષ ખંડપીઠમાં કોઈ કેસની સુનાવણી બાદ નિર્ણય આપતી વખતે જો કોઈ ન્યાયાધીશ સંમતિથી લઈને કરવામાં આવેલા નિર્ણયથી અલગ રહે છે, તો પણ તેમનો નિર્ણય રેકોર્ડ કરવામાં આવે છે.

