ઝારખંડના લાતેહારમાં નક્સલી હુમલો, ત્રણ પોલીસ કર્મચારીઓ શહીદ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ઝારખંડના લાતેહારમાં શુક્રવારે રાત્રે નક્સલી હુમલામાં ત્રણ પોલીસ કર્મચારીઓ શહીદ થયા છે. હુમલામાં ઘાયલ એક પોલીસ કર્મચારી ગંભીર હાલતમાં છે જે સારવાર હેઠળ છે. અધિકારીઓ મુજબ નક્સલીઓએ શુક્રવાર રાત્રે આશરે 8.30 કલાકે પોલીસ ટૂકડીના વાહન પર હુમલો કર્યો હતો. 

અધિકારીના જણાવ્યા મુજબ નક્સલીઓના અચાનક હુમલાનો વળતો પ્રહાર કરવા કે સ્વબચાવ માટે પોલીસ કર્મચારીઓ તૈયાર ન હતા, જેના કારણે નુકસાન થયું હતું. તેમના મુજબ શહીદ પોલીસ કર્મચારીઓમાં એક સબ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારી હતા.

આ પહેલા જૂન મહિનામાં પણ ઝારખંડના સરાયકેલા-ખરસાવાં ખાતે નક્સલીઓએ પોલીસ કર્મચારીઓને નિશાન બનાવ્યા હતા, એ હુમલામાં પાંચ પોલીસ કર્મચારીઓ શહીદ થયા હતા. હુમલામાં હોમગાર્ડના કેટલાત જવાન પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.