આ વિચારધારાનું નહી તકવાદી ગઠબંધન છે: નીતિન ગડકરી

મુખ્ય સમાચાર રાજકીય
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, શિવસેના અને NCPના સંભવિત ગઠબંધનને નીતિન ગડકરીએ તકવાદી ગઠબંધન ગણાવ્યું છે. ગડકરીએ જણાવ્યું કે, વૈચારિક તાલમેલ નહી હોવાના લીધે આ ગઠબંધન ટકશે નહી. શિવસેના અને ભાજપનું ગઠબંધન નહી થવું દેશ, વિચારધારા, હિંદુત્વ અને મહારાષ્ટ્ર માટે નુંકસાનકારક છે.
કોંગ્રેસ-NCP અને શિવસેના વચ્ચે થનારા ગઠબંધન પર નિવેદન આપતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, તેમની વચ્ચે વૈચારિક તાલમેલ નથી. શિવસેના જે વિચારધારા પર ચાલે છે, કોંગ્રેસ તેનો સંપૂર્ણપણે વિરોધ કરે છે. કોંગ્રેસ જે વિચારધારા પર ચાલે છે, તેનો શિવસેના વિરોધ કરે છે. NCP પણ શિવસેનાના વિચારો સાથે તાલમેલ ધરાવતી નથી.
વધુમાં તેમણે કહ્યું કે, વિચારધારા અને સિદ્ધાંતોના આધાર પર આ ગઠબંધન નથી થયું આ તકવાદી ગઠબંધન છે. તે ટકશે નહી અને મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર પણ આપી શકશે નહી. તેમાં મહારાષ્ટ્રનું ઘણું નુંકસાન થશે, મને લાગે છે કે, મહારાષ્ટ્ર માટે અસ્થિર સરકાર સારી વાત નથી.
શિવસેના સાથે ગઠબંધન હોવા છતાં ભાજપ સરકાર કેમ નહી બનાવી શકી તેના પર તેમણે કહ્યું કે, ઈતિહાસ સૌને ખબર છે. પ્રશ્ન તે છે કે, ભાજપ અને શિવસેનાનું જે ગઠબંધન હતું તે હિંદુત્વના વિચારો પર આધારિત હતું, તેથી દેશમાં સૌથી લાંબુ ચાલનારું અલાયંસ સાબિત થયું છે. આજે પણ અમારા વિચારોમાં મતભિન્નતા નથી. તેથી આવા ગઠબંધનનું નહી રહેવું, દેશ માટે વિચારધારા માટે, હિંદુત્વ માટે અને વિશેષપણે મહારાષ્ટ્ર અને મરાઠી માનુષ માટે નુંકસાનકારક છે.
આ સિવાય ઝારખંડમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, ઝારખંડમાં વડાપ્રધાન મોદી અને રાજ્યમાં રઘુવર દાસના નેતૃત્વમાં સ્થિર સરકાર અંતર્ગત જે કામ કરવામાં આવ્યા છે, મને વિશ્વાસ છે કે રાજ્યના લોકો ફરીવાર રઘુવર દાસના નેતૃત્વમાં ભાજરને ચૂંટશે.