દક્ષિણ આફ્રિકાએ ભારતને 9 વિકેટે હરાવ્યું, ડી કોકે ફિફટી મારી, સીરિઝ 1-1થી ડ્રો થઇ

ખેલ-જગત મુખ્ય સમાચાર

દક્ષિણ આફ્રિકાએ બેંગ્લુરુ ખાતેની બીજી ટી-20માં ભારતને 9 વિકેટે હરાવ્યું હતું. 135 રનનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાએ 16. ઓવરમાં અંતે 1 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. તેમના માટે કવિન્ટન ડી કોકે કપ્તાની ઇનિંગ્સ રમતા 52 બોલમાં 6 ચોક્કા અને 5 છગ્ગાની મદદથી 79* રન કર્યા હતા. તેણે પોતાના ટી-20 કરિયરની ચોથી અને કપ્તાન તરીકે સતત બીજી ફિફટી મારી હતી. તેનો સાથ આપતા રિઝા હેન્ડ્રિક્સે 28 અને ટેમબા બાવુમાએ 27* રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે હાર્દિક પંડ્યાએ એકમાત્ર વિકેટ લીધી હતી. સીરિઝની ધર્મશાલા ખાતેની ટી-20 વરસાદના લીધે રદ થઇ હતી.

કપ્તાન તરીકે પ્રથમ બે ઇનિંગ્સમાં ફિફટી:

પોલ સ્ટર્લિંગ, આયર્લેન્ડ
નવનીતસિંહ ધલીવલ, કેનેડા
કવિન્ટન ડી કોક, દક્ષિણ આફ્રિકા
ટી-20માં સૌથી વધુ રન:

2450 વિરાટ કોહલી
2443 રોહિત શર્મા
2283 માર્ટિન ગુપ્ટિલ
2263 શોએબ મલિક
2140 બ્રેન્ડન મેક્કુલમ
ભારતે પ્રથમ દાવમાં 134 રન કર્યા

ભારતે બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકાને 135 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારત માટે શિખર ધવને સર્વાધિક 36 રન કર્યા હતા. તે સિવાય બધા બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. વિરાટ કોહલી અને રોહિત શર્મા લય મેળવી શક્યા ન હતા, જયારે શિખર ધવન અને ઋષભ પંત સેટ થયા પછી મોટો સ્કોર નોંધાવી શક્યા ન હતા. દક્ષિણ આફ્રિકા માટે કગીસો રબાડાએ 3 વિકેટ, જયારે બ્યુરોન હેન્ડ્રિક્સ અને બેજોર્ન ફોર્ટુઇને 2-2 વિકેટ લીધી હતી.

ભારતના પાંચ બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા
ટોસ જીતીને બેટિંગ પસંદ કર્યા પછી ભારતની શરૂઆત ખાસ રહી ન હતી. કપ્તાન વિરાટ કોહલી અને ઉપક્પ્તાન બંન્ને સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા. જયારે ઋષભ પંત ફરી એકવાર શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરી શક્યો ન હતો. પંત ફોર્ટુઇનની બોલિંગમાં ફેલુકવાયોના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 20 બોલમાં 19 રન કર્યા હતા. કોહલી રબાડાની બોલિંગમાં મિડવિકેટ બાઉન્ડ્રી પર ફેલુકવાયોના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 15 બોલમાં 9 રન કર્યા હતા. રોહિત 9 રને હેન્ડ્રિક્સની બોલિંગમાં ફર્સ્ટ સ્લીપમાં રિઝાના હાથે કેચ આઉટ થયો હતો. શર્મા હેન્ડ્રિક્સ વિરુદ્ધ ટી-20માં ચાર બોલમાં ત્રીજી વાર આઉટ થયો હતો. જયારે સારા ફોર્મમાં જણાતો શિખર ધવન 36 રને શમ્સીની બોલિંગમાં બાવુમાના હાથે કેચ આઉટ થયો હતો.

ભારત માટે ટી-20 ક્રિકેટમાં 7 હજારથી વધુ રન કરનાર ખેલાડી:

વિરાટ કોહલી
સુરેશ રૈના
રોહિત શર્મા
શિખર ધવન*
ભારત માટે સૌથી વધુ ટી-20:

98 એમએસ ધોની/ રોહિત શર્મા
78 સુરેશ રૈના
72 વિરાટ કોહલી
58 યુવરાજ સિંહ
55 શિખર ધવન
ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી

ભારતના કપ્તાન વિરાટ કોહલીએ ત્રીજી ટી-20માં બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટોસ જીતીને બેટિંગ લીધી છે. ભારતે પોતાની પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી. ભારત મોહાલી ખાતેની બીજી ટી-20 7 વિકેટે જીત્યું હતું અને સીરિઝમાં 1-0થી આગળ છે. ધર્મશાલા ખાતેની પ્રથમ મેચ વરસાદના લીધે રદ થઇ હતી. ભારત આજની મેચ જીતે તો દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઘરઆંગણે પ્રથમ વાર સીરિઝ જીતશે.

ભારતની પ્લેઈંગ 11: રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કપ્તાન), શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, દીપક ચહર, રાહુલ ચહર અને નવદીપ સૈની

દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ 11: ક્વિંટન ડી કોક (વિકેટકીપર/ કેપ્ટન), રિઝા હેન્ડ્રિક્સ, ટેમ્બા બાવુમા, રસી વાન ડર ડુસેન, ડેવિડ મિલર, એંડીલે ફેલુકવાયો, ડી પ્રેટોરિયસ, બેજોર્ન ફોર્ટુઇન, કાગિસો રબાડા, બી હેન્ડ્રિક્સ અને તી શમસી

ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા: બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 15 ટી -20 મેચ રમાઈ છે, જેમાંથી ભારતીય ટીમે 9 મેચ જીતી છે, જ્યારે દક્ષિણ આફ્રિકાને પાંચ મેચમાં સફળતા મળી હતી. એક મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું. બેંગ્લુરુ ખાતે બંને ટીમ પ્રથમવાર એકબીજા સામે ટકરાશે.

ચિન્નાસ્વામી ખાતે ભારત 4માંથી 2 મેચ જીત્યું
બેંગ્લુરુ ખાતે ભારતીય ટીમ અત્યાર સુધીમાં 4 મેચ રમ્યું છે, તેમાંથી 2 જીત્યું અને 2 હાર્યું છે. ટીમ 2012 અને 2019માં અનુક્રમે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામે હારી હતી. જયારે 2016 અને 2017માં બાંગ્લાદેશ અને ઇંગ્લેન્ડ સામે જીત્યું હતું.