પાકિસ્તાન કાશ્મીરમાં શાંતિ ભંગના પ્રયત્નોમાં ડૂબેલુ છે: સેના

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કાશ્મીરમાં કંઇક થવાની સંભાવનાઓ વચ્ચે સેનાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પાકિસ્તાનને કાશ્મીરની શાંતિ ભંગ ન કરવાની ચેતવણી આપી છે. શુક્રવારે સેના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ કેજેએસ ધિલ્લોને શ્રીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું કે, કાશ્મીરના ખીણ વિસ્તારોમાં IED વિસ્ફોટકોનો ખતરો વધી રહ્યો છે, પરંતુ નિયમિત રીતે કરવામાં આવી રહેલા સર્ચ ઓપરેશનને લીધે આ પ્રકારની ઘટનાઓ પર અંકુશ પણ મેળવી શકાયો છે.

મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, પાકિસ્તાન કાશ્મીરમાં શાંતિ ભંગ કરવા ઇચ્છે છે, પરંતુ સેના એ નહી થવા દે. પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલા ઘૂસણખોરીના પ્રયત્નોને સફળતાથી અટકાવવામાં આવી રહ્યા છે.

તેમના મુજબ, સર્ચ ઓપરેશન દરમિયાન જે પ્રકારના IED મળી રહ્યા છે અને IED બનાવવામાં નિપુર્ણ આતંકીઓ જેમને સેના પકડી રહી છે, તેમના દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પાકિસ્તાન કાશ્મીરમાં શાંતિ ભંગના પૂરા પ્રયત્ન કરી રહ્યું છે. સેના કાશ્મીરની જનતાને વિશ્વાસ અપાવે છે કે, કોઇને પણ શાંતિ ભંગ કરવાની પરવાનગી આપવામાં આવશે નહી.

તેમણે જણાવ્યું કે, શોપિયામાં સર્ચ અભિયાન દરમિયાન ગુરુવારની રાત્રે સુરક્ષા દળો પર હુમલાના પ્રયત્ન કરવામાં આવ્યા. જેમાં પાકિસ્તાનની ફેક્ટરીમાં નિર્માણ પામેલા વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા હતા.

માહિતી મુજબ અમરનાથ યાત્રા માર્ગ પર સેનાને મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા હતા, જેમાં અમેરિકન એમ 24 સ્નાઇપર રાઇફલ પણ સામેલ હતી. કાશ્મીર આઇજી એસપી રાણા મુજહ ખીણના પુલવામા અને શોપિયા વિસ્તારોમો IED વિસ્ફોટ કરવાના 10થી વધારે પ્રયત્નો કરવામાં આવ્યા હતા.