ભારતીય સૈન્યના લફ્ટિનેન્ટ જનરલ કેજેએસ ઢિલ્લને કહ્યું કે, કાશ્મીર ખીણમાં આતંકવાદી બનનાર 83 ટકા એ યુવાનો છે, જે સેના પર પથ્થરબાજી કરે છે. આજે પથ્થરબાજી કરનાર, આવતીકાલે આતંકવાદી બની જશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, તમામ માતાઓએ પોતાના બાળકોને પથ્થરબાજ બનતા રોકવા જોઈએ. પોતાના સંતાનને 500 રુપિયા માટે સેના પર પથ્થરબાજી કરવા દેવી જોઈએ નહીં.
ભારતીય સૈન્યએ કહ્યું છે કે, કાશ્મીર ખીણમાં આતંકવાદી બનવાની શરુઆત પથ્થરબાજીથી શરુ થાય છે. પથ્થબાજી કરનાર 83 ટકા સ્થાનિક લોકો હથિયાર ઉઠાવે છે અને આતંકવાદી બને છે.
જમ્મુ-કાશ્મીરમાં 15 કોરના કમાંડર લેફ્ટિનેન્ટ જનરલ કેજેએસ ઢિલ્લને વધુમાં કહ્યું કે, અમે કાશ્મીરમાં આતંકવાદને લઈને ગંભીરતાથી વિશ્લેષણ કર્યું, જેમાં અમને જાણવા મળ્યું કે, આતંકવાદી બનનાર સ્થાનિક લોકોમાથી 83 ટકા એ લોકો હોય છે, જેમનો ઈતિહાસ પથ્થરબાજીનો રહ્યો છે. લેફ્ટિનેન્ટ જનરલ કેજેએસ ઢિલ્લને વધુમાં કહ્યું કે, લાઈન ઓફ એક્ચુયલ કન્ટ્રોલ(એલઓસી) પર પરિસ્થિતિ કાબૂમાં છે અને હદ સુધી શાંતિ છે.
શ્રીનગરમાં સિક્યોરિટી ફોર્સિસની જોઈન્ટ બ્રીફિંગ દરમિયાન લેફ્ટિનેન્ટ જનરલ ઢિલ્લને ભારપૂર્વક કહ્યું કે, પાકિસ્તાનને કાશ્મિર ખીણમાં શાંતિ ભંગ કરવાની મંજૂરી અપાશે. કાશ્મીર ખીણમાં આઈઈડીનો ખૂબ ખતરો છે. જોકે, સુરક્ષા દળો સતત સર્ચ ઓપરેશન કરીને અસરકારક રીતે કામગીરી કરી રહ્યાં છે.

