આતંકી હુમલાના ખતરાને જોતા જ સરકારે યાત્રીઓને જમ્મુ કાશ્મીરથી પરત ફરવા માટે જણાવ્યું

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

જમ્મુ કાશ્મીર તંત્રને આતંકી હુમલાના પગલે અમરનાથ યાત્રાએ નિયત સમય પહેલા જ પૂરી કરી દેવાનું જણાવ્યું છે. તંત્રે યાત્રીઓને પરત ફરવા માટે જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ જૈશ-એ -મહોમ્મદના પાંચ આતંકવાદીઓ ઘુસ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે યાત્રા દરમિયાન કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં રસ્તા પર એક સ્નાઇપર ગન મળી આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અમરનાથના રસ્તા પર શેષનાગ પાસે ક્લેમોર માઇન મળી આવી હતી. કહેવામા આવી રહ્યું છે કે ક્લેમોર માઇન પાકિસ્તાનમાં બની છે. આ પહેલા પણ જમ્મુ કાશ્મીરમાંથી ક્લેમોર માઇન મળી આવી છે.

સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીર ઘાટીમાં અશાંતિ ફેલાવવાની સતત કોશિશ કરી રહ્યું છે. સીમા પર રહેલા આતંકવાદીઓ ઘુસપેઠ કરવાની કોશિશ કરી રહ્યા છે. 15 કોર કમાન્ડર લેફટન્ટ જનરલ કેજીસ ઢીલ્લને કહ્યું, આંતરરાષ્ટ્રીય ઇનપુટના જણાવ્યા અનુસાર આતંકી અમરનાથ યાત્રા પર હુમલાનું કાવતરુ ઘડી રહ્યા છે. છેલ્લા ત્રણ ચાર દિવસોમાં સ્પષ્ટ અને પુષ્ટિ ધરાવતા ગુપ્ત સૂત્રો દ્વારા માહિતી મળી આવી છે કે પાકિસ્તાની સેના દ્વારા સમર્થિત આતંકવાદીઓ અમરનાથ યાત્રામાં વિઘ્ન પેદા કરવાના ફિરાકમાં છે અને આ આધારે યાત્રાના બંને માર્ગ પર, દક્ષિણ તરફથી પહેલગામ વાળા રસ્તા તરફ અને ઉત્તર તરફ બાલટાલ વાળા રસ્તા પર સેના અને સીઆરપીએફની ટીમે સંયુક્ત રૂપે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. પવિત્ર ગુફા માર્ગ તરફ છેલ્લા ત્રણ દિવસથી સતત તપાસ હાથ ધરવામાં આવી છે અને તે હાલમાં પણ ચાલી રહી છે.

15 કોર કમાન્ડર લેફટન્ટ જનરલ કેજીસ ઢીલ્લને કહ્યું, ઈન્પુટના આધારે સુરક્ષાબળોને જીણવટ પૂર્વકનું તપાસ ચલાવી હતી. જેમાં સુરક્ષાબળોને સીધી જ સફળતા મળી છે. સુરક્ષાબાળોને પાકિસ્તાનમાં બનેલી એક લેન્ડમાઇન અને ટેલિસ્કોપની સાથે અમેરિકન બનાવટની સ્નાઇપર એમ-24 પણ મળી આવી છે. આ મામલે પાકિસ્તાન સેનાના બૉમ્બ-મોર્ટર અને હથિયારો સાથે સીધી જ સંલીપ્પ્તતા જોવા માટે મળી રહી છે.

રાજ્યમાં પર્યટકો માટે અચાનક યાત્રા સમાપ્ત કરવા સંબંધી એડવાઈઝરી જાહેર કરતા પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે ટ્વીટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી અને પોતાની સંવેદના વ્યક્તિ કરી હતી, તેમણે લખ્યું હતું, સિરિયસલી? તમે વિચાર્યું છે કે એક સરકારી આદેશ મળતાની સાથે જ યાત્રીઓ જલ્દીથી જલ્દી ઘટી છોડીને ભાગવા લાગે? કેટલા યાત્રીઓ આ આદેશ જોઈને ભાગવા માટે લાગશે? લોકોના દોડવાથી એરપોર્ટ અને હાઇવે જામ થઇ જશે.