અલ્પિતા ચૌધરીને સસ્પેન્ડ કરનારા મંજીતા વણઝારાનો જ TikTok વીડિયો વાઈરલ

ગુજરાત મુખ્ય સમાચાર

છેલ્લા બે દિવસથી પોલીસકર્મીઓના ટિકટોક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. બે દિવસ પહેલા મહેસાણામાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી અલ્પિતા ચૌધરીનો એક ટિકટોક વીડિયો વાયરલ થયો હતો. અલ્પિતા બાદ વડોદરાના પોલીસમેનનો વીડિયો વાયરલ થયો હતો.

હાલ મીડિયામાં એક પછી એક પોલીસકર્મીઓના વીડિયો સામે આવી રહ્યા છે. પોલીસમેનના ટીકટોક વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયા બાદ ફોર્સની ડીસીપ્લીન અને ઇમેજના મામલે ભારે ચર્ચા જાગી છે.

હવે આ કડીમાં મહેસાણાના ડીવાયએસપી મંજીતા વણઝારાનો ડાન્સ કરતો વીડિયો સામે આવ્યો છે. જોકે, આ પહેલા વાયરલ થયેલા વીડિયોના કેસમાં પોલીસકર્મીઓ વર્દીમાં કે પછી પોલીસ સ્ટેશનમાં હોવાનું સામે આવ્યું હતું, જ્યારે મંજીતા વણઝારા વર્દીમાં નથી.

મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીએ પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન ટિકટોક વીડિયો બનાવ્યો તો તેને બુધવારે સાંજે મહેસાણા જિલ્લા પોલીસવડાએ અર્પિતાના ગેરશિસ્ત અને નૈતિકતાના મુદ્દે સસ્પેન્ડ કરી દીધી હતી.

આ સમગ્ર કેસની તપાસ ડીવાયએસપી મંજીતા વણઝારાને સોંપવામાં આવી છે. જો કે, આશ્ચર્યની વાત એ છે કે હવે ખુદ તપાસ અધિકારી મંજીતા વણઝારાનો જ ટિકટોક પરનો વીડિયો બહાર આવ્યો છે.

27
ટિકટોક વીડિયો વાયરલ થવાની ઘટનાઓમાં પોલીસ કર્મીઓ સસ્પેન્ડ થઇ ચૂક્યા છે, ત્યારે વડોદરાના પીએસઆઇ અરૂણ મિશ્રાનો ફિલ્મી ગીત ગાતો વીડિયો વાયરલ થયો છે. અરૂણ મિશ્રા ડીસીબીની ચાંપાનેર દરવાજા ખાતે આવેલી ઓફિસમાં ફરજ બજાવે છે. ડીસીપી ક્રાઇમ બ્રાંચ જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સાથે ચર્ચા વિચારણા કર્યાં અરૂણ મિશ્રા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

રાજકોટના પોલીસ કર્મીનો પણ વીડિયો વાયરલ
રાજકોટ પોલીસની પીસીઆર જીપના બોનેટ ઉપર ગોગલ્સધારી યુવાને હિરોની અદામાં શુટીંગ કરાવેલો વીડિયો ફરતો થતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે તપાસના આદેશો આપ્યા છે. પોલીસ જીપના બોનેટ પર હિરોની અદાથી ફિલ્મી મ્યુઝીક સાથે થયેલા શુટીંગનો વિડીયો વાયરલ થયો છે. આ જીપ રાજકોટ પોલીસની હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવતા વધુ તપાસના આદેશો આપવામાં આવ્યા છે.

વીડિયોમાં જોવા મળી રહેલી પીસીઆર નં. 360 અને રજીસ્ટ્રેશન નંબર GJ-3GA-1304 નંબરની પોલીસ જીપના ડ્રાઇવર હંકારી રહયા છે અને તેના બોનેટ ઉપર એક યુવાન ફિલ્મી સ્ટાઇલથી બેસી વિડીયો શુટ કરાવી રહયો છે.