વડોદરા પાતરવેણી ગામની બાળકીના અપહરણ બાદ ઝડપાયેલા આરોપીને લોકોએ માર મારતા થયું મોત

ગુજરાત મુખ્ય સમાચાર

વડોદરા જિલ્લાના પોર નજીક પાતરવેણી ગામમાં એક બાળકીના અપહરણ બાદ ઝડપાયેલા આરોપીને લોકોએ ઢોર માર મારતા તેનું મોત થતા પોર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાતરવેણી ગામમાં રહેતા અજય ભાઈની પુત્રી રેણુકા ઉ.વર્ષ ૪ ધુળેટીના દિવસે રાત્રે 7.30 વાગ્યાના અરસામાં પોતાના આંગણમાં રમતી હતી. ત્યારે રેણુકાને પટાવી ફોસલાવીને તે જ ગામના એક નરાધમ ઠાકોર ભાઈ ચંદુભાઈ રાઠોડિયાએ ઉઠાવીને બાળકીનું અપહરણ કર્યુ હતું. જેની જાણ તેના પિતા અજય ભાઈને થતા બાળકીની શોધખોળ આરંભી હતી.