અમિત શાહના નામની ગાંધીનગર બેઠક માટે ઘોષણા સાથે ભાજપનું સેન્સ લેવાનું કામ નોનસેન્સ સાબિત થયું

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

ગત એકાદ અઠવાડિયાથી ભાજપમાં સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી હતી. જેમાં ગુજરાતભરમાં ત્રણ દિવસો સુધી કાર્યકરો અને બાદમાં ત્રણ દિવસ પ્રદેશ નેતાઓ દ્વારા કઈ સીટ માટે કોણ ઉમેદવાર યોગ્ય છે. તેનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયાથી ભાજપા દ્વારા કહેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે, પાર્ટીમાં ઉમેદવારોનું ચયન લોકશાહી પરંપરાથી થાય છે. જેમાં સેન્સ દરમિયાન તૈયાર થયેલા લિસ્ટમાં પાર્લામેન્ટરી કમિટિમાં મોકલી પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નામોની જાહેરાત કરાય છે.