જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદીઓ પર મોદી સરકારે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ) ઉપર આતંક વિરોધી કાનૂન પ્રમાણે પ્રતિબંધ લગાવ્યો છે. કેન્દ્રનો આ નિર્ણય અલગાવવાદીઓ ઉપર મોટી કાર્યવાહીના રૂપમાં જોવામાં આવે છે. કેબિનેટની સુરક્ષા સમિતિની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. અલગાવવાદી નેતા યાસીન મલિક જેકેએલએફનો પ્રમુખ છે. કેંદ્રીય ગૃહ સચિવ રાજીવ ગાબાએ પત્રકાર પરિષદમાં કહ્યું, કેન્દ્ર સરકારે આજે ગેરકાનૂની ગતિવિધિ અધિનયમ 1967 મુજબ જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટને ગેરકાનૂની એસોશિએશન જાહેર કર્યું છે. આ પગલા સરકાર તરફથી આતંકવાદ સામે જીરો ટોલરેન્સની નીતિ મુજબ ઉઠાવવામાં આવ્યા છે.

