જાપાનના ઓસાકામાં બે દિવસીય જી-20 સમિટ થરૂ થઇ ગઇ છે. શુક્રવારે સવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન શિંજો આબેની વચ્ચે સમિટની અંદર જ ત્રીપક્ષીય બેઠક (JAI) યોજાઇ હતી. ત્યારબાદ ટ્રમ્પ અને મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થઇ. આ અવસર પર ટ્રમ્પે વડાપ્રધાન મોદીને જણાવ્યું કે, અમે ખૂબ જ સારા મિત્રો છે. અમારા દેશો વચ્ચે પહેલા ક્યારેય આટલી નિકટતા આવી નથી. અમે લોકો અનેક ક્ષેત્રોમાં ખાસ કરીને લશ્કરના ક્ષેત્રમાં સાથે મળીને કામ કરીશું. આજે અમે વેપાર મુદ્દે વાત કરી રહ્યા છે. આ દમિયાન બન્ને વચ્ચે વેપાર, ડિફેન્સ, ઇરાન અને 5G કોમ્યુનિકેશન નેટવર્ક જેવા મુદ્દાઓ પર વાતચીત થઇ.
ટ્રમ્પે વડાપ્રધાન મોદીને ચૂંટણીમાં જીત બદલ અભિનંદન આપ્યા હતા તેમજ જીત માટે યોગ્ય ગણાવ્યા હતા. ટ્રમ્પે વોદીને જણાવ્યું કે, તમે અદ્ભૂત કામ કરી રહ્ય છો. આપણે અનેક મોટી વસ્તુઓની જાહેરાત કરવાની છે. હું બન્ને દેશોની વચ્ચે વાતચીત આગળ વધારવા માટે તમને અભિનંદન પાઠવું છું.
અગાઉ મોદીએ જણાવ્યું હતું કે, મારા નવા કાર્યકાળની શરૂઆતમાં જ મને તમારી સાથે મુલાકાત કરવાની તક મળી એ ખુશીની વાત છે. હું દિલથી આભાર વ્યક્ત કરવા માગું છું, કેમકે ભારત જેવી વિશાળ લોકશાહીમાં ભારે બહુમત સાથે પ્રજાએ અમને જીત અપાવી છે. સ્થાયી સરકાર માટે મતદાન કર્યું છે. પરિણામ બાદ તમે મને ટેલીફોન પર શુભેચ્છા પાઠવી હતી. હાલમાંજ પોમ્પિયો પણ ભારતની મુલાકાતે આવ્યા અને એક પત્રમાં તમારો મજબૂત સંદેશો લઇને આવ્યા. ભારત પ્રતિ તમારો જે સંબંધ છે, ભારત પ્રતિ તમારો જે પ્રેમ છે જે તમે અભિવ્યક્ત કર્યો છે. તેના માટે હું તમારો આભારી છું. અગાઉ જાપાન, ઇન્ડિયા અને અમેરિકા વચ્ચે બીજી ત્રીપક્ષીય ‘જય’ વાતચીત થઇ. તેને જાપાન, ઇન્ડિયા અને અમેરિકા અટલે જય નામ આપવામાં આવ્યું.

