આખી દુનિયાને મૂર્ખ બનાવનાર ચીનનો ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી લીધો બરાબરનો ઉધડો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ચીને કોરોના વાયરસથી પોતાના દેશમાં મૃતકોની સંખ્યામાં વધારો કર્યો તો અમેરિકન રાષ્ટ્રપતિએ ચીનને જોરદાર સંભળાવ્યું અને કહ્યું કે ચીનમાં હકીકતમાં મૃતકોની સંખ્યા કયાંય વધુ જ છે. આ આંકડો અમેરિકા કરતાં કયાંય વધુ છે.

શંકાના દાયરામાં ચીનના આંકડાઓ

ચીનમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા શરૂઆતથી જ શંકાના દાયરામાં હતી. આ બધાની વચ્ચે ચીને અચાનક 1290 મોતની માહિતી દુનિયાને આપી. આ મોત અંગે દુનિયા અત્યાર સુધી અંધારામાં હતી. તેની સાથે જ ચીનના આંકડાઓમાં વધારો થયો.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારના રોજ આ ઘટનાક્રમ પર ટ્વીટ કરી પ્રતિક્રિયા આપી. ટ્રમ્પે કહ્યું કે ચીને અદ્રશ્ય શત્રુના લીધે થનાર મોતના આંકડાને બમણો કરી દીધો છે. આ તેનાથી પણ કયાંય વધુ છે…અમેરિકાથી પણ વધુ…તેની આસપાસ પણ નહીં…

ચીને અચાનક વધારી દીધો મોતનો આંકડો

આપને જણાવી દઇએ કે આની પહેલાં કોરોના વાયરસના કેન્દ્ર રહેલા વુહાન શહેરના અધિકારીઓએ પોતાના ત્યાં મોતના આંકડામાં પચાસ ટકાનો વધારો કરી દીધો. અધિકારીઓએ કહ્યું કે તેમણે વુહાનના મોતના આંકડામાં 1290 નવા મોત જોડી દીધા છે. વુહાનમાં પહેલાં કોરોના વાયરસના લીધે 2579 મોત દેખાડ્યા હતા. પરંતુ હકીકતમાં મોતની સંખ્યા 3869 હતી. આ નવો આંકડો 2579માં 1290 જોડતા આવી છે.

તેની સાથે જ ચીનમાં કોરોના વાયરસથી થયેલા કુલ મોતનો આંકડો વધીને 4632 થઇ ગયો છે. આપને જણાવી દઇએ કે અમેરિકાએ કેટલીય વખત ચીન પર કોરોના વાયરસથી થયેલા મોતના આંકડામાં ગડબડી કરવા પર અને તેને છુપાવાનો આરોપ મૂકયો હતો.