વડાપ્રધાન મોદી આજે ઉત્તરપ્રદેશની મુલાકાતે છે. જે અંતર્ગત તેઓ સૌથી પહેલાં વારાણસી પહોંચ્યા છે. જ્યાં તેઓએ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા અને મંદિર કોરિડોરનો શિલાન્યાસ કર્યો. મોદીએ કહ્યું કે આજે મુક્તિનો પર્વ છે. મંદિરની ચારે બાજુ ઘણી જ ઈમારતો છે. ભોલેબાબાને પણ વર્ષોથી શ્વાસ લેવામાં મુશ્કેલી પડી હશે. અનેક ઈમારતોને સરકારે એક્વાયર કરી છે. “મારે આજે ગર્વની સાથે કહેવું છે કે યોગીજીએ જ્યાં જે અધિકારીઓની ટીમ લગાવી છે તે આખી ટીમ ભક્તિ ભાવથી આ કામમાં લાગી છે. દિવસ રાત આ કામને પૂરા કરવામાં લાગ્યાં છે. લોકોને સમજાવવા, આટલી પ્રોપર્ટીને અધિગૃહિત કરવી, વિરોધીઓને પણ નિયંત્રિત કરવા તે બધું જ કામ અધિકારીઓની ટીમે કર્યું છે. હું તેમનો આભાર માનુ છું.”

