શ્રીલંકાના કોલંબોમાં ઘણી જગ્યાઓ પર બૉમ્બ ધમાકા થયાની ખબરો આવી રહી છે. આજે ઈસ્ટરના અવસરે શ્રીલંકામાં આ ધમાકા થયા છે. મળતી જાણકારી અનુસાર આ બૉમ્બ ધમાકા 5 અલગ અલગ જગ્યાઓ પર થયા છે, જેમાં મુખ્ય રૂપે ચર્ચ શામિલ છે. જયારે બે જગ્યાઓ પર હોટલમાં ધમાકા થયા છે. શ્રીલંકાના શાંગરી-લા હોટેલમાં પણ ધમાકા થયા છે. એક ટવિટ અનુસાર સેન્ટ એન્ટની ચર્ચમાં ધમાકો થયો છે, જેમાં ઘણા લોકો ઘાયલ થયા છે. શ્રીલંકા મીડિયા રિપોર્ટ અનુસાર હાલમાં 30 લોકો મર્યાની ખબર આવી રહી છે, જયારે ઘાયલોનો આંકડો ખુબ જ વધારે છે.

