અયોધ્યા વિવાદનો મામલો મધ્યસ્થ પાસે મોકલવો કે નહીં તેના પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપી શકે છે. બુધવારે થયેલી સુનાવણીમાં બેંચે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ બેંચમાં પાંચ જજ- જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલ સામેલ છે.
ગત સુનાવણીમાં જસ્ટિસ બોબડેએ કહ્યું હતું કે, “અમે ઈતિહાસ વાંચ્યો છે. ભૂતકાળમાં જે થઈ ગયું છે તેના પર આપણું કોઈ જ નિયંત્રણ નથી. તેઓએ કહ્યું હતું કે એક વખત મધ્યસ્થતાની પ્રક્રિયા શરૂ થયાં બાદ તેની રિપોર્ટિંગ ન કરવી જોઈએ.” જ્યારે કે જસ્ટિસ ચંદ્રચૂડ માને છે કે એક વખત મધ્યસ્થતા શરૂ થઈ જાય છે તો તે બાદ આપણે કોઈ વસ્તુને બાંધી ન શકીએ. બંધારણીય બેંચે તમામ પક્ષકારોને મધ્યસ્થતા પેનલ માટે નામ આપવા કહ્યું હતું કે જેથી જલદીથી આદેશ પસાર કરી શકાય.

