મૌલાના સાદનાં સાથીએ જ આપી મૌલાનાની માહિતી, અહીં છુપાયો છે તબલિગી જમાતનો મુખિયા

મુખ્ય સમાચાર

દિલ્હી પોલિસ તબલીગી જમાતના મુખ્યા મૌલાના સાદની તલાશમાં છે. ત્યારે મૌલાના સાદને લઇને મહત્વની બાબત સામે આવી છે. મૌલાના સાદના નજીકના રાજદાર મૌલાના મુફતી શહજાદ છે. જેમણે જણાવ્યું છે કે 1 માર્ચ થી 31 માર્ચની વચ્ચે તેઓ તે જ બિલ્ડીંગમાં હતાં જયાં દેશનાં અલગ-અલગ રાજયોમાંથી અને દુનિયાભરથી જમાતિયો એકઠા થયા હતાં. મહત્વનું છે કે દિલ્હી પોલિસે કરેલી એફ.આઇ.આરમાં મૌલાના સાદની સાથે મૌલાના મુફતી શહજાદ પણ આરોપી છે. મુફતી શહજાદે જણાવ્યું છે કે 160 લોકો જે મરકઝમાં સામેલ હતાં તે કવોરન્ટીન છે, અને મૌલાના સાદ જે પણ દિલ્હીમાં જ છે પણ કયાં છે તે કોઇને ખબર નથી.. મહત્વનું છે કે દિલ્હીના નિઝામુદ્દીનમાં મળેલી મરકઝના કારણે દેશભરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે અને દિલ્હી પોલિસ અને ક્રાઇમ બ્રાન્ચ મૌલાના સાદને શોધી રહી છે ત્યારે મૌલાના મુફતી શહજાદની પૂછપછમાં તે વાત સ્પષ્ટસ થઇ છે તે મૌલાના સાદ દિલ્હીમાં જ છે.