મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં રાજ્ય સરકારના પાંચ વર્ષોના કાર્યકાળનો અહેવાલ રજુ કર્યો હતો. તેમણે કહ્યું કે, આઝાદી બાદ સૌથી ઈમાનદાર સરકાર છે. રામલીલા મેદાન પરથી વાત કરવી સરળ છે, પણ કામ કરવું મુશ્કેલ છે. અમારા કેસમાં સૌથી સારી વાત એ જ છે કે અમારી ઈમાનદારીનું પ્રમાણ અમને વિપક્ષીઓએ જ આપ્યું છે.
દિલ્હીમાં ક્યાંય અંધારું નહીં થાય, 20 લાખ લાઈટ્સ લગાવીઃકેજરીવાલ
- કાચા મકાન વાળી કોલોનીઓ વિશે વાત કરવી સહેલી છે પણ કામ કરવું મુશ્કેલ છે. પહેલા પણ ઘણી પાર્ટીઓ આવા વાયદાઓ કરી ચુકી છે. આ કામ વોટબેન્ક માટે નહીં પણ અહીંયા અમારા જ ભાઈ -બહેન રહે છે. અમે તેમના માટે 8 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યા.
- 4300 નવી બસો આવવાનો સિલસિલો ચાલુ થઈ ગયો છે. જ્યાં સુધી બધી બસો નહીં આવી જાય, સમાચારોમાં રોજ વાંચવા મળશે. અને લાઈસન્સ બનાવવા માટે લાંચ લેવાનું બંધ કરાવી દીધું. અમે ડોર સ્ટેપ ડિલેવરી શરૂ કરી. લોકોના ઘણા કામ જેવા કે લાઈસેન્સ, આવકનું પ્રમાણપત્ર ઘરે બેઠા થવા લાગ્યા.
- 6 મહિનામાં 11 હજાર હોટસ્પોટ શરૂ થઈ જશે. દર દિવસે સો હોટસ્પોટ શરૂ કરાઈ રહ્યા છે. એક્સીડન્ટમાં અમે 3 હજાર લોકોને બચાવ્યા છે. પહેલા આવી ઘણી સ્થિતિમાં ઘાયલોને હોસ્પિટલ લઈ જનારા વ્યક્તિ પાસે જ પૈસા માંગવામાં આવતા હતા અમે 35 હજાર લોકોને તીર્થયાત્રા કરાવી.

