ભાજપના ધારાસભ્યની હત્યા મામલે થયો મોટો ખુલાસો, અદાણીને મદદ ભારે પડી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

છત્તીસગઢનાં નકસલ પ્રભાવિત દંતેવાડાનાં કુઆકુંડા બ્લોકનાં શ્યામગિરી વિસ્તારમાં થયેલા IED બ્લાસ્ટમાં ભાજપનાં ધારાસભ્ય ભીમા મંડાવીની મોત થતા રાજકારણ ગરમાયું છે. નકસલી હુમલામાં MLA ભીમા મંડાવીનું મોત મામલે નવો ખુલાસો થયો છે. આઇઇડી બ્લાસ્ટમાં ભાજપનાં ધારાસભ્ય ભીમા મંડાવીની મોત એ નકસલી ષડયંત્ર હતું. હકિકતે,દંડકારણ્ય સ્પેશિયલ ઝોન અને દરભા ડિવીઝન કમેટીનાં સચિવ સાંઇનાથે એક પત્ર બહાર પાડ્યો છે. આ પત્રમાં તેમણે ભાજપા ધારાસભ્ય ભીમા મંડાવી અને 4 જવાનોની હત્યાની જવાબદારી સ્વીકારી છે.

નકસલીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા ફતવામાં જણાંવાયું છે કે, પોલીસ દ્વારા નકસલી કમાન્ડર પાલી,બિજ્જે,સુક્ખેનાં કરેલા એન્કાઉન્ટરનાં વિરોધમાં આ IED બ્લાસ્ટ કરાયો છે. આ સાથે જ તેમણે સ્વીકાર્યુ છે કે જવાનોનાં હથિયારો પણ અમે જ લૂંટ્યા છે. નકસલીઓએ બૈલાડીલામાં અદાણી ગૃપને 13 નંબરનો પ્લોટ ફાળવવાનો પણ આ ચિઠ્ઠીમાં વિરોધ કર્યો છે.

મહત્વનું છે કે,ગત 9 એપ્રિલે નકસલીઓએ દંતેવાડમાં ભાજપનાં ધારાસભ્ય ભીમા મંડાવીનાં કાફલા પર હુમલો કર્યો હતો. દંતેવાડા જિલ્લામાં શ્યામગિરી પાસે કુઆકુન્ડામાં રસ્તા નીચે વિસ્ફોટક સામગ્રી પાથરીને હુમલાને અંજામ આપ્યો હતો. આ નકસલી હુમલામાં ભાજપનાં ધારાસભ્ય ભીમા મંડાવીની સાથે 3 PSO અને ડ્રાઇવરનું પણ મૃત્યુ થયું હતું.