બેન્ક ફ્રોડ મામલે મોદી સરકારે 10 હજાર બેન્ક કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

નાણામંત્રી નિર્મલા સીતારમને બેન્કોમાં ભ્રષ્ટાચાર આચરી રહેલા અધિકારીઓ અને કર્મચારીઓ પર કેન્દ્ર સરકારની કડક કાર્યવાહી અંગે જાણકારી આપી છે. તેમના મુજબ સરકારે બેન્કોમાં એક લાખથી વધુની લોન આપવામાં ભ્રષ્ટાચારની ફરિયાદો સામે સખત પગલા લેતા 2015થી 2017ની વચ્ચે 10 હજાર બેન્ક કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જેમાં નોટબંધીનો સમય પણ સામેલ છે, જ્યાર બેન્કો દ્વારા સૌથી વધારે ભ્રષ્ટાચારની ફરિયાદો હતી. 

બેન્કોમાં થતાં કૌભાંડો રોકવાની કાર્યવાહીમાં સરકારે બે વર્ષમાં કુલ 3.38 લાખ બેન્કખાતાઓ પણ બંધ કર્યા છે.  

નાણામંત્રી સીતારમને જણાવ્યું કે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા અપાયેલા માહિતી મુજબ વર્ષ 20115માં 4641, વર્ષ 2016માં 3232 અને વર્ષ 2017માં 2104 બેન્ક કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કર્મચારી એક લાખ કે તેની વધુ રકમના કૌભાંડમાં સામેલ હતા. 

નાણામંત્રીએ જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન પહેલા છ મહિનામાં આશરે 95,760 કરોડ રુપિયાનો બેન્ક ફ્રોડના મામલા સામે આવ્યા હતા. તેમના મુજબ એપ્રિલ-સપ્ટેમ્બરમાં કુલ 5743 ફ્રોડના મામલા સામે આવ્યા હતા.