જૂનાગઢમાં રવિવારે રાધારમણદેવ ટેમ્પલ બોર્ડની ચુંટણી પૂર્ણ થયા બાદ એક સ્વામી ઉપર હુમલો કરાયાના એક શંકાસ્પદ શખ્સની પોલીસે અટકાયત કરીને પોલીસવાનમાં લઈ જતી હતી, તે સમયે મીડિયા કવરેજ કરી રહી હતી. ત્યારે પોલીસે તેમની સાથે ખરાબ વર્તન કરીને મારામારી લાઠીચાર્જ કર્યો હતો. જૂનાગઢ પોલીસે સંદેશ ન્યૂઝના કેમેરા સહિત મીડિયા કર્મીઓને માર માર્યો હતો.
ન્યાયની માંગ સાથે કાલે રાત્રીના પત્રકારો–રિપોર્ટરો કનિદૈ લાકિઅ એસ.પી. ઓફિસ બહાર સુતા રહ્યા હતા અને સવારે પણ ધરણા યથાવત રહ્યા હતાં. જેમાં મોટી સંખ્યામાં પત્રકારો – કેમેરામેનો રાજકોટ પ્રેસ ફોટોગ્રાફ એન્ડ કનિદૈ લાકિઅ ઇલેકટ્રોનિક મિડીયા એસોસીએશનના પ્રમુખ સંદિપ બગથરીયા, અશોક બગથરીયા સહિતના જોડાયા હતા. જૂનાગઢમાં બનેલી ઘટના બાદ છેલ્લા 24 કલાકથી ગુજરાતના પત્રકારોના ધરણાં કરી રહ્યા હતાં, છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
જૂનાગઢમાં પત્રકાર પર લાઠીચાર્જ મામલે હવે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યુ છે અને કાર્યવાહી કરી છે. આ મામલે PSI ગોસાઈ અને 3 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
રેન્જ IG સુભાષ ત્રિવેદીએ PSI અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. તમને જણાવી દઇએ કે, તંત્ર દ્વારા 24 કલાક ઘોર નિંદ્રામાં રહ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના આદેશના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે. સસ્પેન્ડ કરાયેલા આ PSI અને 3 કોન્સ્ટેબલો તે જ છે જેમણે પોલીસનો રોફ બતાવી રહ્યા હતા. આ તમામ લોકોએ મીડિયાકર્મીઓ ઉપર જૂનાગઢમા લાઠી વડે હુમલો કર્યો હતો તેવું રેંન્જ IG દ્વારા કબૂલ કરવામાં આવ્યું છે. રેન્જ આઇજી સુભાષ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસનું વર્તન અને વ્યવહારએ પ્રાથમિકતા છે. 1 ટકા પોલીસકર્મીના દૂર્વ્યવહારના કારણે સમગ્ર પોલીસ ડીપાર્ટમેન્ટ બદનામ થાય છે.

