અમદાવાદ: પરિમલ ગાર્ડન પાસે બાળકોની હોસ્પિટલમાં આગ લાગી

ગુજરાત મુખ્ય સમાચાર

શહેરના પરિમલ ગાર્ડન પાસે આવેલી એક હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઇ છે.

આ બનાવની વિગત અનુસાર પરિમલ ગાર્ડન પાસે આવેલી બાળકોની એક હોસ્પિટલમાં આજે સાડા બાર વાગ્યેની આસપાસ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતા ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઇ છે. હાલ આગ પર કાબુ મેળવવા ફાયરબ્રિગેડની ટીમ કામગીરી કરી રહી છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.