મુખ્ય આરોપીની માતાએ કહ્યું- ઘટનાના દિવસે રાત્રે એક વાગ્યે દીકરો પાછો આવ્યો હતો, કહ્યું-મેં કોઇને મારી નાખ્યો છે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

વેટરનરી ડોક્ટરની સામુહિક દુષ્કર્મ બાદ હત્યાના મામલામાં મુખ્ય આરોપીના માતાએ કહ્યું કે મારો દીકરો ઘટનાના દિવસે રાત્રે એક વાગ્યે ઘરે પરત ફર્યો હતો. તે વારંવાર એ જ કહી રહ્યો હતો કે તેણે કોઇનું ખૂન કર્યું છે. વેટરનરી ડોક્ટરની 27-28 નવેમ્બરની રાત્રે દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી. તેનો મૃતદેહ શમ્શાબાદ ટોલ પ્લાઝાથી 30 કિલોમીટર દૂર હાઇવે પર મળ્યો હતો. આ મામલામાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. તેમાં મુખ્ય આરોપી મોહમ્મદ આરિફ છે જે ટ્રક ડ્રાઇવર છે.

મુખ્ય આરોપીની માતાએ કહ્યું- ઘરે આવીને મારો દીકરો ખૂબ ડરેલો હતો

રિપોર્ટ્સ પ્રમાણે આરિફના માતાએ કહ્યું કે મારો દીકરો ઘણો ડરેલો હતો. જ્યારે મેં પૂછ્યું તો કહ્યું કે તેણે એક્સિડન્ટમાં કોઇને મારી નાખ્યો છે. પોલીસે ઘટનાના આગલા દિવસે સવારે 6 વાગ્યે આરિફને નારાયણપેટ સ્થિત જક્કુલર ગામથી પકડ્યો હતો.

ચારેય આરોપી 14 દિવસની જ્યૂડિશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે રવિવારે કહ્યું કે આ મામલાની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે. તેમણે કહ્યું કે હું લોકોથી વાયદો કરું છું કે આરોપીઓને કડક સજા આપવામાં આવશે. મુખ્યમંત્રીએ અધિકારીઓને આ મામલાની જલદીથી તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે. ધરપકડ થયેલા મોહમ્મદ આરિફ, જોલ્લુ શિવા, જોલ્લુ નવીન અને ચિંતાકુંટા ચેન્નકેશ્વુલુને 14 દિવસની જ્યૂડિશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ પહેલા પ્રશાસને 3 પોલીસ કર્મચારીઓને બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દીધા હતા.