હૈદરાબાદ ગેંગરેપ-મર્ડર કેસનો ભેદ આ રીતે ઉકેલાયો, એવા તાગ મળ્યા જાણી ચોંકી જશો

મુખ્ય સમાચાર

હૈદરાબાદમાં 27 વર્ષની મહિલા પશુ ચિકિત્સક સાથે સામુહિક દુષ્કર્મ આચર્યા બાદ મહિલાની લાશને સળગાવી દેવાની ઘટનામાં હવે પોલિસે કડક કાર્યવાહી હાથધરી છે. જોકે આ પહેલા પોલીસના વલણ પર સવાલ ઉભા થયા હતા. પરંતુ સમગ્ર દેશમાં આ ઘટના વિરુદ્ધ ઉગ્ર વિરોધ થતા અને આરોપીઓને સખ્ત સજા કરવાની માંગ તીવ્ર થતા હવે પોલીસ હરકતમાં આવી છે.

મીડિયા રિપોર્ટ મુજબ સ્થાનિક પોલીસે આ કેસ હેઠળ ટાયર મકેનિકની સાથે-સાથે ફ્યૂલ સ્ટેશન સહિત અલગ-અલગ જગ્યાઓ પર લાગેલા સીસીટીવીમાં રેકોર્ડ ફૂટેજ અને ટેક્નોલોજી પુરાવાના માધ્યમથી આરોપીની ઓળખ કરી. આ જ કરાણ છે કે ઘટનાના માત્ર 48 કલાકમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી.

આ રીતે મળ્યા પુરાવા:

રિપોર્ટ પ્રમાણે ચારે આરોપી- મોહમ્મ આરિફ, શિવા, નવીન અને સી ચેન્નકેશવુલુએ ગુનો કરતા પહેલા ટોલ પ્લાઝા પર દારૂ પીધો હતો. સાયબરબાદ પોલીસને શાદનગર અંડરપાસ હેઠળ પીડિતાનું દહન કરાયેલું દેહ મળી આવતા પોલીસને સૌથી પહેલા ટાયર મિકેનિક પાસે પ્રથમ સંકેત મળ્યો હતો. રિપોર્ટ મુજબ પીડિતાની બહેને પોલીસને જણાવ્યું હતું કે તેમની ગાડી બગડી હતી અને કેટલાક અજાણ્યા લોકો મદદ માટે આવ્યા હતા. આ વાત પર પોલીસે નજીકમાં આવેલા ટાયર મિકેનિક્સની શોધખોળ શરૂ કરી હતી. મિકેનિકે કહ્યું કે કોઈ લાલ રંગની બાઇક લઇને પંચર કરેલ ટાયર હવા ભરવા આવ્યો હતો.

સીસીટીવી ફૂટેજની ફરી તપાસ કરવામાં આવી:

તેલંગાના પોલીસના સૂત્રોએ જણાવ્યું કે,’સાક્ષીઓએ જણાવ્યું હતું કે આરોપીઓ વિરુદ્ધ દિશામાંથી બાઇક લઇને આવ્યા હતા. આનાથી સૌથી મહત્વપૂર્ણ સુરાગ મળ્યો. આ પછી માર્ગના સીસીટીવી ફૂટેજની ફરી તપાસ કરવામાં આવી. તપાસ હેઠળ જાણ થઈ કે બે આરોપી સ્કૂટર સાથે દેખાયા. બીજા ફુટેજમાં એક ટ્રક ઘણી વખત રોડ પર ઉભી હતી. પરંતુ તેનો રજિસ્ટ્રેશન નંબર ના દેખાયો. પોલીસે વધુ તપાસ કરી તો જાણ થઈ કે ટ્રક ઘટનાના 6-7 કલાક પહેલા ત્યાં ઉભી કરવામાં આવી હતી. ત્યાર બાદ ટ્રકનો રજીસ્ટ્રેશન નંબર પણ મળ્યો.

ત્યાર બાદ ટ્રકના માલિકનો સંપર્ક કરવામાં આવ્યો, ટ્રકના માલિકે સ્કૂટર પર સવાર શખ્સોની ઓળખ તો ના કરી પરંતુ ટ્રક આરિફ નામના વ્યક્તિના પાસે હતી એમ જણાવ્યું. વધુ તપાસમાં પોલીસે એક ફ્લૂય સ્ટેશનમાં લાગેલ સીસીટીવી ફુટેજમાં આરોપી બોતલમાં ફ્યૂલ ભરતા દેખાયો. મોબાઇલ ફોન ટાવરની લોકેશન અને ટ્રક માલિક પાસેથી મળેલ માહિતીના આધારે પોલીસે પહેલા આરિફની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ અન્ય ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.