ભાતરનુ એક પ્રતિનિધિમંડળ તાજેતરમાં ઈરાકની મુલાકાતે ગયુ હતુ. જોકે, તેમને ત્યાં જે જોવા મળ્યુ હતુ તેનાથી પ્રતિનિધિમંડળના સભ્યો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.
વાત એવી છે કે, આ પ્રતિનિધિમંડળને લગભગ 4000 વર્ષ જૂના કેટલાક ભીંતચિત્રો જોવા મળ્યા છે. આ ભીંતચિંત્ર અંગે અયોધ્યા શોધ સંસ્થાનનો દાવો છે કે, આ ભગવાન રામની તસવીર છે.
ઈરાકના દબંદ ઈ બેલુલા નામથી ઓળખાતા ખડકમાં આ ચિત્ર જોવા મળ્યુ છે. આ વિસ્તાર ઈરાકના હોરેન શેખાન વિસ્તારમાં એક સાંકડા રસ્તા પર આવેલો છે. ખડકમાં જોવા મળેલા આ ચિત્રમાં ધનુષ પર તીર ચઢાવીને નિશાન લઈ રહેલા રાજાને જોઈ શકાય છે. ખભા પર તીરનુ ભાથુ છે અને કમરપટ્ટા પર એક તલવાર લટકાવેલી છે. તેની સાથે એક બીજી ચિત્ર જોવા મળે છે. આ અંગે અયોધ્ય શોધ સંસ્થાનના ડાયરેક્ટર યોગેન્દ્ર પ્રતાપ સિંહ કહે છે કે, આ છબિ હનુમાનજીની છે.
જોકે ઈરાકના નિષ્ણાતોનો દાવો અલગ છે. તેમના કહેવા પ્રમાણે આ ચિત્ર પહાડી વિસ્તારમાં રહેતી જનજાતિના પ્રમુખ ટાર્ડુનીની છે.
અયોધ્યા શોધ સંસ્થાનનુ કહેવુ છે કે, ઈરાકમાં મળી આવેલા આ નિશાન કહી રહ્યા છે કે, ભગવાન રામ માત્ર પુરાણકથા નથી. તેમનુ અસ્તિત્વ એક સત્ય છે. સિંધુ ખીણ અને મેસોપોટેમિયાની સભ્યતાઓ વચ્ચે સબંધ સ્થાપિત કરવા માટેનો આ પહેલો અધિકારીક પ્રયાસ હતો. મેસોપોટેમિયાના એક હિસ્સા પર ઈસવીસન પૂર્વે 4500 થી 1900 વર્ષની વચ્ચે સુમેરિયો નામની પ્રજાતિનુ શાસન હતુ. તેઓ ભાતર આવ્યા હતા અને સિંધુ ખીણ સભ્યતા સાથે જોડાયા હતા તેનુ પ્રમાણ આ ભીંતચિત્ર છે.
હવે યૂપીના સાંસ્કૃતિક વિભાગે આ ભીંતચિત્રની પ્રતિકૃતિ પ્રાપ્ત કરવા માટે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જેને અયોધ્યામાં મુકવાની યોજના છે.

