સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ માટે હેલિકોપ્ટરની સુવિધા કરવામાં આવી છે પરંતુ આ સુવિધા છેલ્લા 3 મહિનાથી બંધ છે. પ્રવાસીઓની માંગને લઇને સરકાર દ્વારા ફરી હેલિકોપ્ટર સુવિધા શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. જેના માટે ગાંધીનગરથી ખાનગી કંપની દ્વારા આ સુવિધા શરૂ કરવાની ટેન્ડરીંગ પ્રક્રિયા શરૂ કરાઇ છે. આ પ્રક્રિયા પૂર્ણ થતા પ્રવાસીઓને ટુંક સમયમાં ફરી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એરિયલ વ્યુ જોવા મળી શકશે.
