મધ્યપ્રદેશમાં ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયની મધ્યપ્રદેશ પોલીસે ધરપકડ કરી છે. ઇન્દૌર નગર નિગમના અધિકારીની બેટથી ધોલાઇ કરાવાનો વીડિયો સામે આવ્યા બાદ આકાશ વિજયવર્ગીય વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. પોલીસે કાર્યવાહી કરતા આકાશ વિજયવર્ગીયની ધરપકડ કરી છે.
આકાશ વિજયવર્ગીય ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ અને દિગ્ગજ નેતા કૈલાસ વિજયવર્ગીયના પુત્ર છે. આ મામલાને લઇને આકાશ વિજયવર્ગીયનું કહેવું છે કે, તેઓ આ પ્રકારના ભ્રષ્યાચાર અને ગુનાખોરીને ખતમ કરશે. આવેદન, નિવેદન અને પછી દાના દન હેઠળ અમે હવે કાર્યવાહી કરીશું. આ મામલે અન્ય 10 લોકોની પણ પોલીસે ધરપકડ કરી છે. જ્યારે આકાશ વિજયવર્ગીયને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો.
નોંધનીય છે કે, આકાશ વિજયવર્ગીયનો આ મારપીટ કરતો વીડિયો વાયરલ થયો છે. જેમા તે અધિકારી સાથે મારામારી કરી રહ્યાં છે. ઇંદૌર નગર નિગમની ટીમ જર્જરિત મકાન તોડવા આવી હતી પરંતુ આકાશ વિજયવર્ગીયે તેમના પર જ કાર્યવાહી કરી દીધી. આકાશના સમર્થકોએ પણ નગર નિગમના અધિકારીઓ સાથે મારામારી કરી.

