ભારતીય મહિલા હોકી ટીમે રવિવારે FIH વુમન્સ સીરીઝ ફાઈનલ્સ ટૂર્નામેન્ટ જીતી હતી. ફાઈનલ મેચના બે દિવસ પહેલાં ટીમની સભ્ય લાલરેમસિયામીના પિતા લાલથનસંગા જોટનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. જે બાદ પણ તેને હિરોશિમામાં ફાઈનલ મેચ રમી. ભારતે યજમાન જાપાનને 3-1થી હરાવી ટૂર્નામેન્ટ જીતી હતી.
વડાપ્રધાન મોદીએ ટીમને અભિનંદન આપ્યાં હતા
લાલરેમસિયામી મિઝોરમના કોલસિબ જિલ્લાના રહેવાસી છે. તેઓ મંગળવારે જાપાનથી ઘરે પરત ફર્યા. લાલરેમસિયામીએ પિતાને શ્રદ્ધાંજલિ આપી. અહીં લોકોએ તેમનું સ્વાગત અને સન્માન કર્યું. ટૂર્નામેન્ટની ફાઈનલમાં ભારત તરફથી પહેલો ગોલ કેપ્ટન રાની રામપાલે ત્રીજી મિનિટમાં જ કરી દીધો હતો. આ ઉપરાંત બે ગોલ ગુરજીત કૌરે કર્યા. આ પહેલાં ભારતીય મહિલા ટીમે સેમીફાઈનલમાં ચિલીને 4-2થી હરાવીને ઓલોમ્પિક ક્વોલિફાયર માટે ક્વોલિફાય કર્યું હતું. આ જીત પછી વડાપ્રધાન મોદીએ ભારતીય મહિલા ટીમને અભિનંદન આપ્યાં હતા. તેઓએ ટ્વીટ કર્યું હતું કે- અસાધારણ ખેલ, શાનદાર પરિણામ.

