યોગાભ્યાસ શરીરને અંદરથી સ્વસ્થ રાખે છે. તેનાથી બીમારીઓ તો દૂર થાય જ છે પરંતુ મગજ પણ શાંત રહે છે. આજે આપણે આવા જ ફાયદાકારક અષ્ટાંગ યોગ વિશે જાણકારી મેળવીએ. આ યોગ તમામ પ્રકારના વિષૈલા પદાર્થોનું સંતુલન બનાવી રાખવાનું કામ કરે છે. શરીરમાં જો રક્તપરિભ્રમણ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરતી હોય તો શરીર બીમારીઓ સામે સારી રીતે લડી શકે છે. શરીરમાં દુખાવા દૂર થશે, સોજાનું પ્રમાણ ઘટશે અને દરેક ક્રિયા સુધરશે. તો હવે જાણી લો કે શરીરને એક નહીં અનેક લાભ કરાવતો અષ્ટાંગ યોગ કરવો કેવી રીતે. ટેબલ સામે બંને હથેળી અને ગોઠણ પર શરીરને સ્થાપિત કરો. ત્યારબાદ હાથની કોણીને થોડી વાળી અને હાથને એક સાઈડથી નીચે ઝુકાવો. આ ક્રિયા કરતી વખતે શ્વાસ છોડવો અને બંને હાથને છાતી તરફ વાળવા. ગરદનને આગળની તરફ નમાવી અને દાઢીથી જમીનનો સ્પર્શ કરવો. હાથને ખભાથી નીચે ઝુકાવો અને પાછળની તરફ જવું. પગના આંગળાને વાળી અને તળીયાના ઉપરના ભાગને જમીન સુધી પહોંચાડો. બેસવાના ભાગને જમીનથી ઉપર ઉઠાવી અને કરોડરજ્જુને સીધી રાખી આ મુદ્રામાં 15થી 30 સેક્ન્ડ સુધી રહેવું.
