ભોજનનો સ્વાદ વધારવા માટે એલચીનો ઉપયોગ કરવામાં આવે છે. એલચીમાં ઔષધીય ગુણ પણ હોય છે અને તેનો ઉપયોગ મુખવાસ તરીકે પણ કરવામાં આવે છે. એલચીનો ઉપયોગ માત્ર આ કામો માટે જ કરવામાં આવે છે તેવું નથી. એલચીનું સેવન કરવાથી સ્વાસ્થ્યની અનેક સમસ્યા દૂર થઈ શકે છે.
યાદશક્તિ વધે છે
એલચીનું સેવન કરવાથી આંખનું તેજ અને યાદશક્તિ વધે છે. 2 એલચીને 2 બદામ, 2 પિસ્તા અને 2 ચમચી દૂધ સાથે પીસી લેવું અને તેને 1 ગ્લાસ દૂધમાં ઉમેરી અને બાળકોને પીવડાવવું. આ દૂધથી મોંના ચાંદા, ઈન્ફેકશન જેવી તકલીફ દૂર થાય છે. બાળકો માટે આ દૂધ યાદશક્તિ વધારનાર સાબિત થશે.
અપચો
કેળા જેવી વસ્તુઓ વધારે પ્રમાણમાં ખવાઈ જાય અને પેટ ભારી જણાય તો એલચી ખાઈ લેવી જોઈએ. આ ઉપરાંત ગળુ ખરાબ હોય કે પછી ચક્કર આવતા હોય તો પણ એક નાની એલચી મોંમા રાખી અને તેને ચાવી ચાવીને ખાવી. એલચી ખાધા પછી હુંફાળુ પાણી પી લેવું. તેનાથી ગળામાં આવેલો સોજો દૂર થશે.
ઉધરસ
ઉધરસ, શરદી જેવી તકલીફમાં એક એલચી, એક ટુકડો આદુ, લવિંગ અને પાંચ તુલસીના પાન એક સાથે મોંમાં રાખી તેનો રસ ગળે ઉતારવો. આ ઉપરાંત ઉલ્ટી-ઉબકાની સમસ્યા હોય ત્યારે એલચીને પાણીમાં ઉકાળી તેને પીવાથી રાહત થાય છે. એસિડિટી, ગેસ જેવી તકલીફમાં એલચીમાં સાકર ઉમેરી તેનું સેવન કરવું તુરંત રાહત થશે.
ધાતુ પુષ્ટિ
રાત્રે 2 બદામ પલાળી દેવી સવારે તેની છાલ કાઢી અને 1 ગ્રામ એલચીનું ચૂર્ણ, અડધો ગ્રામ જાવંત્રી, 1 ચમચી માખણ અને અડધી ચમચી સાકર ઉમેરી તેને ખાલી પેટ ખાઈ લેવું. આ ચૂર્ણ ખાવાથી વીર્ય પુષ્ટ તેમજ ઘાટુ થાય છે. આ ચૂર્ણ શ્વાસની બીમારીથી પણ રાહત આપશે.
માથાનો દુખાવો જો માથાનો દુખાવો વારંવાર થતો હોય તો એક એલચીને થોડા તેલમાં ગરમ કરો અને પછી તે તેલ ઠંડુ થાય એટલે તેનાથી માથામાં માલિશ કરો. 10 દિવસ સુધી રોજ સવારે એક એલચી ખાવાથી બીપી પણ દૂર થાય છે.