અમૃત સમાન છે શિયાળામાં તલનું તેલ

આરોગ્ય મુખ્ય સમાચાર

તલના તેલમાં વિટામિન ઈ, બી કોમ્પ્લેક્સ, કેલ્શિયમ, મૈગ્નેશિયમ, ફોસ્ફરસ અને પ્રોટીન જેવા તત્વો હોય છે. આ જ કારણથી આ તેલ હાડકા માટે સારું ગણાય છે વળી તેનાથી વાળ, ત્વચા, દાંત પણ સુંદર થાય છે અને તલનું તેલ માનસિક તાણને પણ દૂર કરે છે. તલના તેલની પ્રકતિ ગરમ હોય છે જેના કારણે તે શરીરની ગરમી વધારે છે. આ તેલનો ઉપયોગ શિયાળામાં વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. આ તેલના ગુણ અને તેનાથી થતા લાભનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે કે શિયાળામાં લોકો શક્ય તેટલો વધારે તલના તેલનો ઉપયોગ કરે છે. આ તેલનો ઉપયોગ બાળકો માટે પણ લાભકારી સાબિત થાય છે. તલના તેલની માલિસથી સાંધા મજબૂત થાય છે. જો નવજાત શિશુને આ તેલથી માલિશ કરવામાં આવે તો તેના હાડકા મજબૂત થાય છે અને તેનું શરીર તંદુરસ્ત રહે છે. આ ઉપરાંત જેમને સાંધાના દુખાવાની તકલીફ હોય તેમણે પણ નિયમતિ રીતે આ તેલથી માલિશ કરવી જોઈએ. તલના તેલમાં જે પોષક તત્વો હોય છે તેનાથી ત્વચા પણ કાંતિવાન બને છે. જે લોકો કસરત કરે છે તેમને સ્નાયૂ સ્ટ્રેચ થવાથી તકલીફ થતી હોય છે. આ તકલીફને દૂર કરવા માટે તલના તેલથી માલિશ કરવી જોઈએ. આ તેલમાં કેલ્શિયમ, આયરન, મૈન્ગીશિયમ, ઝિંક અને સેલેનિયમ હોય છે જે સ્નાયૂને એક્ટિવ રાખે છે. જો દાંત કે પેઢામાં તકલીફ હોય તો પણ તલના તેલની માલિશ કરવાથી લાભ થાય છે. મોંમાં ચાંદા થયા હોય તો પણ તલના તેલમાં સિંધવ નમક ઉમેરી તેના પર લગાવવાથી તે મટી જાય છે.