અમેરિકામાં માયોપિયા જે એક દ્રષ્ટિ દોષ છે તેનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. નેશનલ આઈ ઈસ્ટીટ્યૂટના ડેટા અનુસાર 42 ટકા અમેરિકી લોકો આ સમસ્યાની નજીક છે. આ પ્રમાણ 1971માં 25 ટકા હતું. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર દૂરની વસ્તુઓ જોઈ શકવામાં અક્ષમ લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. દિલ્હીના એમ્સએ ગત વર્ષમાં એક રીપોર્ટ તૈયાર કરી હતી જેમાં જણાવાયું હતું કે ભારતમાં 5થી 15 વર્ષના બાળકોમાંથી દર 6માંથી 1 આ સમસ્યાથી પીડિત છે. સંયુક્ત રાષ્ટ્રના ડેટા અનુસાર ભારત જેવા દેશોમાં આ સમસ્યા પહેલા ઓછી હતી પરંતુ 2050 સુધીમાં આ સમસ્યા વધી જશે. નજીકનું જોઈ શકવામાં સમસ્યા થવાની તકલીફ સામાન્ય રીતે શાળાએ જતા બાળકોમાં વધારે જોવા મળે છે. માયોપિયાની તકલીફ ગ્લૂકોમાં અને આંશિક અંધાપા જેવી આંખોની તકલીફનું કારણ પણ બની શકે છે. જો કે આ બીમારીઓ વચ્ચેનો સંબંધ દર્શાવતું કોઈ અધ્યયન સામે આવ્યું નથી પરંતુ કેટલાક સંશોધનમાં બંને વચ્ચે સંબંધ દેખાડવામાં આવ્યો છે. આ અગાઉ થયેલા સર્વેમાં બાળકોને ફોનથી દૂર રાખવા, ઘરની બહાર રમાતી રમતો રમવા માટે મોકલવા જેવી વાતોને પ્રોત્સાહન આપવાનું જણાવાયું છે.
