મહિલાઓની સૌથી પ્રિય વસ્તુઓમાંથી એક આમલી હોય છે. આમલીનું નામ આવતાં જ મોંમાં પાણી આવી જાય છે. સ્વાદમાં ખાટી ખાટી આમલી ભોજનને સ્વાદિષ્ટ બનાવવામાં પણ કામ લાગે છે. આમલીનો ઉપયોગ કેટલીક વાનગીઓમાં ખાસ કરવામાં આવે છે. તેનાથી ભોજનનો સ્વાદ બમણો થઈ જાય છે. આમલી જેટલી ઉપયોગી છે તેટલા જ ઉપયોગી તેના પાન હોય છે. આમલીના પાનનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય સુધારી શકાય છે.
આમલીના પાન જડબુટી સમાન છે. તેના પાનનો રસ કરી અને પીવાથી શરીરના સોજા ઉતરી જાય છે અને સાંધાના દુખાવામાં રાહત મળે છે. આમલીના પાન શરીરના સોજાને દૂર કરવાનું કામ કરે છે. પરંતુ તેનો ઉપયોગ ધ્યાનથી કરવામાં ન આવે તો તેનાથી એલર્જી પણ થઈ શકે છે. આમલીના પાન શરીરના ઘા પણ દૂર કરે છે. શરીરમાં કોઈપણ પ્રકારનું ઈંફેકશન હોય તો તેને દૂર કરવા માટે પણ આમલી કારગર સાબિત થાય છે. આમલીના પાનનું સેવન કરવાથી લોહીમાં શુગર ઘટે છે જે ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક સાબિત થાય છે. આમલીના પાન મહિલા અને યુવતીઓ માટે પણ ફાયદાકારક છે. આમલીના પાન ખાવાથી માસિક સમયે થતી પીડા પણ ઘટી જાય છે. (પ્રયોગ કરતાં અગાઉ નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ) Suggestive Pic