સુપ્રીમ કોર્ટે બુધવારે પ્રદૂષણ મામલે સુનાવણી કરી. દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ સુપ્રીમ કોર્ટમાં હાજર થયા. સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને કહ્યુ કે લોકતંત્રમાં તમે એ ના કહી શકો કે તમે કંઈક કરવા અસમર્થ છો.
કોર્ટે કહ્યુ કે જ્યારે હરિયાણા પરાળ સળગાવવાનું ઓછુ કરી શકે છે તો પંજાબ એવુ કેમ કરી ના શકે. કોર્ટે કહ્યુ કે જો પરાળ આ રીતે સળગતી રહી તો શું લોકોને મરવા માટે છોડી દઈએ. એટર્ની જનરલે કહ્યુ કે 2 લાખ ખેડૂતો પર નિયંત્રણ કરી શકાય તેમ નથી પરાળ સળગતા રહેશે.
કોર્ટે આ વિશે પંજાબના મુખ્ય સચિવને ફટકાર લગાવતા કહ્યુ કે અમે આપને અહીંથી સસ્પેન્ડ કરીને પંજાબ મોકલીશુ, જો આપનો જવાબ એ જ છે કે કેન્દ્ર સરકારને આ મામલે કંઈ કરવુ જોઈએ. આપ આપની સિસ્ટમને સંભાળવામાં નિષ્ફળ રહ્યા છો. આપે પરાળ ખરીદવા માટે શુ કર્યુ આપની પાસે શુ પ્લાન છે. આપ તેના માટે જવાબદાર છો. કોઈ પણ પરાળ સળગવી જોઈએ નહીં.
સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને પ્રદૂષણ રોકવા માટે રોડ મેપ બનાવવા માટે 7 દિવસનો સમય આપ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે માત્ર ખેડૂતો પર કાર્યવાહી કરવાથી શું થશે. આપ તેમને મૂળભૂત સુવિધા આપી રહ્યા નથી અને તેમની પર કાર્યવાહી કરી રહ્યા છો, એવામાં કાયદો-વ્યવસ્થા કાયમ કરવામાં મુશ્કેલી આવશે. અમીર ખેડૂત ઘણા અમીર છે, ગરીબ ખેડૂત ઘણા ગરીબ છે. એ આપને પણ ખબર છે કે આ કોની ભૂલ છે.
હરિયાણા સરકારના મુખ્ય સચિવે સુપ્રીમ કોર્ટમાં કહ્યુ કે અમે તમામ ગામ પંચાયતમાં મીટિંગ કરી રહ્યા છીએ.

