ચંદ્રયાનના લેન્ડર વિક્રમની ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ નહી થવાને કારણે જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યાં છે તેમ-તેમ સંપર્કની આશા પણ ખતમ થઈ રહી છે પરંતુ નાસાના એક પ્રયાસે આશા જગાવી છે. અમેરીકન અંતરિક્ષ એજન્સી નાસાએ પોતાના ચંદ્રના ઓર્બિર્ટર દ્વારા ચંદ્રની તે સપાટીની તસવીર ખેંચી છે જ્યાં લેન્ડરે સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો. નાસા આ તસવીરોની સમીક્ષા કરી રહ્યું છે.
નાસાના એક પ્રોજેક્ટ સાઈન્ટિસ્ટ દ્વારા મીડિયાને તે ખબર આપવામાં આવી છે. નાસાના લૂનર રિકોનિસંસ ઓર્બિટર(LRO) અંતરિક્ષયાને ચંદ્રમાના દક્ષિણધ્રુવ પાસે પસાર થતી વખતે ઘણી તસવીરો લીધી જ્યાંથી વિક્રમના ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. LROના ડેપ્યૂટી પ્રોજેક્ટ સાઈંટિસ્ટ જોન કેલરે નાસાના નિવેદન શેર કર્યું જેમાં તે વાક કન્ફર્મ કરવામાં આવી કે ઓર્બિર્ટરે કેમેરાની તસવીર લીધી છે.
LROની ટીમ આ નવી તસવીરોનું વિશ્લેશણ કરશે અને પહેલાની તસવીરોની તેની સાથે તુલના કરી તે જોશે કે શું લેન્ડર નજર આવી રહ્યું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, નાસા આ તસવીરોનું વિશ્લેશણ, કન્ફર્મેશન અને સમીક્ષા કરી રહ્યું છે. તે સમયે ચંદ્ર પર સાંજનો સમય હતો જ્યારે ઓર્બિર્ટર ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. જેનો અર્થ છે કે, વધારે ભાગ પિક્ચરમાં કેદ થયું હશે.
જ્યારે ISROએ ટ્વીટ કરી જણાવ્યું કે, ઓર્બિર્ટર પોતાના નક્કી કાર્યક્રમ હેઠળ કામ કરી રહ્યું છે અને નક્કી પ્રયોગોને સારી રીતે અંજામ આપી રહ્યું છે. બીજી તરફ ઈસરોની એક્સપર્ટ કમિટિ લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટવાના કારણો શોધવામાં લાગેલી છે.

