હોરર ફિલ્મથી જાહ્નવી કપૂર ડિજીટલ ડેબ્યુ કરે તેવી શક્યતા

ફિલ્મ જગત

૦૧૮માં આવેલી ‘લસ્ટ સ્ટોરીઝ’ પછી ફરી એક વખત કરણ જોહર, ઝોયા અખ્તર, દિબાકર બેનર્જી અને અનુરાગ કશ્યપ ફરી એક વખત ડિજિટલ શોર્ટ ફિલ્મ માટે સાથે કામ કરી રહ્યા છે. કહેવાય છે કે, આ ફિલ્મ માટે જાહ્નવી કપૂરનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે. આ દિગ્દર્શકો ‘લસ્ટ સ્ટોરીઝ’ બાદ હવે ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ લઇને આવી રહી છે. ફિલ્મના શિર્ષકથી જ સ્પષ્ટ થાય છે કે, આ એક હોરર ફિલ્મ હશે. ડાયરેકટર્સે જાહ્નવી કપપૂરને મુખ્ય ભૂમિકા માટે પસંદ કરી લીદી હોવાનું કહેવાય છે. જો આમ થશે તો, જાહ્નવીનું આ ડિજિટલ ડેબ્યુ થશે.

ઝોયાએ આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરી લીધી છે. જાહ્નવી આ સ્ક્રિપ્ટ સાંભળતા જ તેને પસંદ પડી હતી અને કામ કરવા રાજી થઇ ગઇ હતી. આ શોને ફક્ત ૩૦ મિનીટનો જ બનાવામાં આવશે. જેના શૂટિંગ માટે ફક્ત ૧૦ દિવસનો સમય લાગશે. ઉલ્લેખનીય છે કે, જાહ્નવી હવેે એક પછી એક ફિલ્મો સાઇન કરી રહી છે. તે રાજકુમાર રાવ સાથે હોરર મુવી ‘રુહી અફઝા’માં જોવા મળવાની છે.

જે તેની પહેલી હોરર ફિલ્મ હશે. આ સાથે જ તે કરણજોહરની ‘તખ્ત’ અને દોસ્તાના’ પર પણ કામ કરી રહી છે.