આનંદ એલ રાયની છેલ્લી ફિલ્મ ‘ઝીરો’ હતી જે બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઇ હતી. હવે દિગ્દર્શક પોતાની આગામી ફિલ્મની યોજના કરી રહ્યો છે. જેમાં તેણે સારા અલી ખાન અને ધનુષને સાઇન કર્યા છે. આ એક રોમેન્ટિક ફિલ્મ હશે. જે આનંદની ‘રાંઝણા’ની સિકવલ હશે. આ ફિલ્મમાં આનંદે સારા અને દક્ષિણના સ્ટાર ધનુષને મુખ્ય પાત્રમાં લીધા છે. ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, ‘ આ ફિલ્મ ફક્ત સિકવલ જ નહીં હોય, પરંતુ વાર્તાને આગળ ધપાવશે. જે રીતે આનંદે ‘તનુ વેડ્સ મનુ’ની ફ્રેન્ચાઇઝી સાથે કર્યું હતું તે જ રીતે તે આ ફિલ્મ બનાવાનો છે. આ ફિલ્મનો થીમ ‘રાંઝણા જેવો જ હશે. પરંતુ ફિલ્મને નવી તાજી વાર્તા અને નવા પાત્રો સાથે બનાવામાં આવશે. આ ફિલ્મનું નામ કદાચ ‘રાંઝણા ટુ’ આપવામાં આવે. ધનુષ આ ફિલ્મ દ્વારા જ ૨૦૧૩માં બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. આ સિકવલમાં હૃતિક રોશન પણ કામ કરે તેવી ચર્ચા છે. જોકે સૂત્રે આ વાતને કમ્ફર્મ કરી નથી.

