જીવનની તમામ મુશ્કેલીઓમાંથી બહાર લાવશે આ ચમત્કારી ઉપાયો

ધર્મદર્શન

ગ્રહ દશા ખરાબ ચાલતી હોય, જીવનમાં એક પછી એક સમસ્યાઓ જ નડતી હોય તો તેમાંથી બહાર આવવા માટેના કેટલાક ચમત્કારી ઉપાયો અજમાવવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્રના આ ઉપાયો અજમાવવાથી ધારી સફળતા પણ પ્રાપ્ત થાય છે અને જીવનમાં આવેલી સમસ્યાઓ પણ દૂર થાય છે.ખાસ વાત એ છે કે આ ઉપાયો કરવા માટે વધારે પડતો ખર્ચ કે મહેનત કરવી પડતી નથી અને પરીણામ સો ટકા મળે છે.

1. સૌથી પહેલો અને ઝડપી ફળ આપનાર ઉપાય છે હનુમાન ચાલીસાનો પાઠ. પવિત્ર ભાવના અને શાંતિપૂર્વક હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી હનુમાનજીની કૃપા અવશ્ય થાય છે. હનુમાન ચાલીસા કરવાથી અણધારી આફતોથી રક્ષા પણ થાય છે.

2. જો સમસ્યા ખૂબ મોટી હોય તો હનુમાનજીને 5 વખત ચોલા ચઢાવો. દરેક મંગળવાર કે શનિવારના રોજ વડલાના પાન પર લોટમાંથી બનેલા કોડિયામાં તેલનો દીવો કરી હનુમાન મંદિરમાં તેને પ્રજ્વલિત કરો. આમ ઉપાય 11 વખત કરવો.

3. ગાય, કુતરા, કીડી, માછલી, પક્ષીઓને ભોજન કરાવો. આ કાર્ય કરવાથી પુણ્ય તો મળે જ પણ જીવનમાં આવેલી સમસ્યાઓ પણ દૂર થાય છે.

4. પાણીદાર નાળિયેર લેવું અને તેને પોતાના ઉપરથી 21 વખત ઉતારી અને પાણીમાં પધરાવી દેવું. આ ઉપાય પણ મંગળવાર કે શનિવારએ કરવો. તેનાથી સંકટ દૂર થઈ જશે.

5. જ્યારે કોઈની સ્મશાન યાત્રામાં જવાનું થાય ત્યારે પરત ફરતી વખતે સ્મશાનમાં થોડા સિક્કા મુકી આવો. સ્મશાનમાંથી પરત ફરતી વખતે પાછળ ફરીને જોવું નહીં. અચાનક આવેલી બાધાઓ તુરંત દૂર થઈ જશે.

6. એક કાગળમાં ઝીણા અક્ષરે રામ નામ લખો. આ કાગળના નાના ટુકડા કરો અને લોટની ગોળીમાં મુકી દો. આ ગોળીઓને માછલીઓને ખવડાવી દેવી. આ ઉપરાંત રોજ કીડીને લોટ ખવડાવવો.

7. આ ઉપરાંત રોજ પક્ષીને ચણ નાંખવી, કુતરાને રોટલી અથવા બિસ્કીટ ખવડાવવા અને ગાયને નિયમિત રોટલી ખવડાવવી. આ ઉપાયોથી આર્થિક સંકટ દૂર થશે.

8. આ ઉપાયોમાં સૌથી ચમત્કારી અને પ્રભાવશાળી ઉપાય છાયા દાનનો છે. શનિવારના દિવસે એક કાંસાની વાટકીમાં સરસવનું તેલ અને એક સિક્કો પધરાવો. આ વાટકીમાં પોતાનો કે પીડિત વ્યક્તિનો ચહેરો જુઓ અને પછી તેને શનિ મંદિરમાં મુકી આવો. આ ઉપાય માત્ર 5 શનિવાર કરવાથી તમે અનુભવશો કે જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે. આ ઉપરાંત દર શનિવાર અને અમાસના રોજ પીપડાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવો.