જેલમાંથી જમીન પર મુક્ત થયેલા પી ચિદમ્બરમે ગુરુવારના રોજ કોંગ્રેસ હેડ ક્વાટર્સમાં પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે ઢળતી અર્થવ્યવસ્થાને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જીડીપી સતત ઘટી રહ્યો છે. 8થી7, 7થી 6.6, 6.6થી 5.8 અને 5.8થી 5 અને 5થી ઘટીને જીડીપી સીધો જ 4.5 પર આવી ગયો છે. આ સરકારના “અચ્છે દિન” છે. તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, આપણે સૌભાગ્યશાળી હોઈશું કે વર્ષના અંત સુધીમાં જીડીપી 5 ટકાને આંબી જાય.
પી ચિદમ્બરમે કહ્યું હતું, યાદ કરો કે ડોક્ટર અરવિંદ સુબ્રમણ્યમે આ સરકારને અંતર્ગત વિકાસ દર 5 ટકા સુધી થઇ જાય તે અંગે ચેતવ્યા હતા. પરંતુ જે રીતે જોવામાં આવે છે તે રીતે તેમના પર શંકા છે. વાસ્તવમાં 1.5 ટકા ઓછો હોવાનું અનુમાન છે.
પી ચિદમ્બરમે કહ્યું હતું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અર્થવ્યવસ્થાને લઈને ખામોશ છે. તેમણે પરિસ્થિતિને કંટ્રોલમાં કરવા માટે પોતાના મંત્રીઓ પર છોડી દીધું છે. જો કોઈ બીમારીની ઓળખ નહિ થાય તો તેની સારવાર પણ ખોટી રીતે થશે. સાચી સારવાર માટે રોગની જાણકારી મળવી તે જરૂરી છે.
પી ચિદમ્બરમે વર્તમાન સરકાર અને પૂર્વમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર વચ્ચે તુલના કરતા જણાવ્યું હતું કે, 2004 અને 2014 વચ્ચે યુપીએ સરકારે 14 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા હતા. જયારે એનડીએ સરકારે 2016માં લાખો લોકોને ગરીબી રેખા હેઠળ ધકેલી દીધા છે. પી ચિદમ્બરમે જણાવ્યું હતું કે, અર્થવ્યવસ્થાને મંદીથી બહાર લાવી શકાય છે, પરંતુ સરકાર આ કરવા માટે અસમર્થ છે. મારુ માનવું છે કે કોંગ્રેસ અને અન્ય દળ અર્થવ્યવસ્થાને મંદીથી બહાર કાઢવા માટે અને આર્થિક વિકાસને આગળ વધારવા માટે ખૂબ સારા છે,પરંતુ આપણે સારા સમયની રાહ જોવી પડશે
પી ચિદમ્બરમ આ પહેલા સંસદમાં ગયા હતા. ત્યાં તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સંસદમાં મારા અવાજને સરકાર દબાવી શકતી નથી. તેઓ ડુંગળીના ભાવ વધારા સામે પણ કોંગ્રેસ સાંસદો દ્વારા કરવામાં આવેલા વિરોધમાં સામેલ થયા હતા.

