ઇમરાનની દુનિયામાં ફજેતી, લંડનમાં પાક. મંત્રીઓને કાશ્મીરીઓએ જ ડંડાવાળી કરતાં ઊંધી પૂંછડીએ ભાગ્યા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

કાશ્મીર મુદ્દાને આગની જેમ ભડાકાવાની કોશિષ કરતા પાકિસ્તાન બધેથી પોતે જ દાઝ્યું છે. નફ્ફટ પાકિસ્તાનની તમામ ચાલ ઊંધી પડવાનો સિલસિલો યથાવત છે. કેટલાંય આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનને લઇ તેને શરમિંદા થવું પડ્યું છે તેમ છતાંય નાપાક પોતાની હરકતથી બાજ આવી રહ્યું નથી. મંગળવારના રોજ લંડનમાં થયેલા ભારત વિરોધી પ્રદર્શનમાં પણ પાકિસ્તાનની ઇજ્જત માટીમાં ભળી ગઇ છે. 4 પાકિસ્તાની નેતા ભારત વિરોધી અભિયાનને ભડકાવા પહોંચ્યા હતા, પરંતુ તેના પર જ પ્રદર્શનકારીઓએ ઇંડા અને જૂતાથી પ્રહારો કરી દીધા. કાશ્મીરી પ્રદર્શનકારીઓનું માનવું હતું કે પાકિસ્તાન તેના પ્લેટફોર્મને પોતાના મતલબ માટે ઉપયોગ કરવા માંગે છે.

પાકિસ્તાની નેતાઓ પર પ્રદર્શનકારીઓએ ઇંડા-જૂતા વરસાવ્યા

આપને જણાવી દઇએ કે મંગળવારના રોજ યાસિન મલિકના જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ)એ લંડનમાં ‘કાશ્મીર ફ્રીડમ માર્ચ’નું આયોજન કર્યું હતું. માર્ચમાં અંદાજે 10000 કાશ્મીરી, બ્રિટિશન પાકિસ્તાની અને ખાલિસ્તાન સમર્થક સિખ પ્રદર્શનકારીઓએ ભાગ લીધો હતો. જમ્મુ-કાશ્મીર નેશનલ અવામી પાર્ટી, યુકે, અને જમ્મુ-કાશ્મીર નેશનલ સ્ટુડન્ટસ ફેડરેશને પણ માર્ચમાં ભાગ લીધો હતો, પરંતુ પાકિસ્તાની નેતાઓની હાજરીથી તેઓ ખુશ નહોતા. એ લોકોએ માત્ર પાકિસ્તાની નેતાઓને માત્ર ભાષણ આપતા જ રોકયા નહોતા પરંતુ તેમના પર જૂતા અને ઇંડા પર ફેંકયા હતા.

પાકિસ્તાનના પીએમે પોતાની પાર્ટીના નેતાને મોકલ્યા હતા પ્રદર્શનકારીઓની પાસે

એક બ્રિટિશન પાકિસ્તાની પ્રદર્શનકારીએ મીડિયા સમક્ષ કહ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને બેરિસ્ટર સુલ્તાન મહમૂદ ચૌધરીને મોકલ્યા હતા. તેઓ કાશ્મીરી પ્રદર્શનકારીઓને સંબોધિત કરવા ગયા હતા. સુલ્તાન મહમૂદ ચૌધરી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફના અધ્યક્ષ છે.

પ્રદર્શનકારી રાજકીય રંગથી દૂર રાખવા માંગતા હતા પ્રદર્શનને

પ્રદર્શનકારીએ કહ્યું કે બેરિસ્ટર સુલ્તાન 35 થી 40 બોડીગાર્ડસની સાથે આવ્યા હતા, પરંતુ તેમનું સ્વાગત ઇંડા અને જૂતાઓથી કરાયું. પ્રદર્શનકારીઓમાંથી કોઇએ તેમના પર ડંડાથી હુમલો કર્યો ત્યારબાદ તેમને ત્યાંથી ભાગવું પડ્યું. ભારતના વિરૂદ્ધ પાકિસ્તાની હાઇકમિશન જે રીતે પ્રદર્શનને વધારવાની કોશિષ કરી રહ્યું હતું, તેનાથી રાષ્ટ્રવાદી કાશ્મીરી જૂથ ભડકયું. કાશ્મીરી જૂથે પહેલાં જ નિર્ણય કરી લીધો હતો કે પ્રદર્શન દરમ્યાન રાજકારણથી સંબંધિત હોય ના તો કોઇ સૂત્રોચ્ચાર કરવામાં આવે અને ના તો કોઇ ભાષણ અપાશે, અને ના તો પાકિસ્તાની ઝંડા લહેરાવાશે.

પીઓકેના નેતાઓ પર પ્રદર્શનકારીઓ રોષ ઠાલવાયો

બેરિસ્ટર સુલ્તાનની સાથે ઇમરાન ખાને ચૌધરી એમ યાસીન, રાજા ફારૂક હૈદર અને શાહ ગુલામ કાદિરને મોકલ્યા હતા. ચૌધરી એમ યાસીન પીઓકેમાં ‘નેતા પ્રતિપક્ષ’, રાજા ફારૂક હૈદર ‘પ્રાઇમ મિનિસ્ટર’ અને શાહ ગુલામ કાદિર ‘સ્પીકર’ છે. તેઓ તમામ પાર્લ્યામેન્ટ સ્ક્વેયરમાં ભેગા થયા હતા, જ્યાં ગાંધી પ્રતિમા પર પીઓકેના ઝંડા ફરકાવ્યા હતા.

પ્રદર્શનકારીઓએ ફેંકયા જૂતા, માઇક છીનવી લીધું

પ્રદર્શનકારીઓએ કહ્યું કે એક કાશ્મીરી પ્રદર્શનકારીએ યાસીન પર જૂતા ફેંકયા, પરંતુ નિશાન ચૂકી ગયું. યાસીનને બોલવા અને ભીડને સંબોધિત કરવા દીધા નહીં. કાદિરના હાથમાંથી માઇક છીનવી લીધું. રાજા ફારૂક હૈદર પાસેથી કાશ્મીરી પ્રદર્શનકારી ભડકયા. તેઓ માર્ચનું નેતૃત્વ કરવા માંગતા હતા. પરંતુ જ્યારે તેમને આમ કરતાં રોકવામાં આવ્યા તો તેઓ ભીડ પર ભડક્યા. ત્યારબાદ એ લોકોએ ભારતીય હાઇકમિશનનો રૂખ કર્યો જ્યાં કાશ્મીરી રાષ્ટ્રવાદીઓએ સ્ટેજ અને માઇકને તોડી નાંખ્યા.