અંગ્રેજો પણ કરતા હતા ગણપતિ બાપ્પાની પૂજા, તે સમય આ સિક્કાનું હતું ચલણ

ધર્મદર્શન

પોરબંદરમાં અંગ્રેજકાળના ગણપતિજીના સિક્કાઓનો સંગ્રહ કરાયો છે. સંગ્રહકારે જણાવ્યું છે કે, અંગ્રેજો પણ ગણપતિ બાપાની પુજા કરતા હતા. પોરબંદરના અગ્રણી શૈલેષભાઇ ઠાકર દ્વારા અંગ્રેજોના વખતની માહિતી અત્યારની પેઢીને જાણવા મળે એ માટે ઇસ્ટ ઇન્ડીયા કંપની સમયના ગણપતિ બાપાના સિક્કાનો સંગ્રહ કરાયો છે. તેમણે જણાવ્યું હતું કે, અંગ્રેજો પણ ગણપતિ બાપ્પાને નાયક માનતા, એમની પુજા કરતા.

ઇ.સ. ૧૮૧૮, ૧૮૩૪ અને ૧૮૩૫ માં હાફ આના, પા આનાના ગણેશજીના ફોટાવાળા સિક્કા બહાર પાડવામાં આવેલ. ત્રાંબાની ધાતુના સિક્કા, ૧૦ ગ્રામથી પણ વધુ વજનના સિક્કા બહાર પાડેલા. આખા યુરોપમાં એ વખતે ગણેશજીના સિક્કા ફરતા. અંગ્રેજો એ વખતે અત્યારની જેમ પોતાના ખજાનામાં હોંશેહોંશે સિક્કા રાખતા એમ ઇતિહાસકારોનું માનવું છે. હાલ પણ ઘણાં અંગ્રેજો પાસે ત્રાંબાના સિક્કા સચવાયેલા જોવા મળ ેછે. તેમ તેઓએ જણાવ્યું હતું. વિદેશીઓ પણ અંગ્રેજોના વખતના સિક્કા જોવા અચુક ભારત આવે છે અને તેઓ પણ ગણપતિના સિક્કાઓ જોઇ પ્રભાવિત થાય છે.