નાનકાના સાહેબ ગુરૂદ્વારા પર હુમલા પછી પણ સિદ્ધુ ISI પ્રમુખને ગળે લગાડશેઃ ભાજપ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પાકિસ્તાનમાં નાનકાના સાહેબ ગુરૂદ્વારા પર થયેલા પથ્થરમારાની ઘટના પર ભારતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હુમલાને લઇને ભાજપે કોંગ્રેસને આડે હાથ લીધા છે.

ભાજપના વરિષ્ઠ નેતા મીનાક્ષી લેખીએ કહ્યું કે આ મામલે કોંગ્રેસ તરફથી કોઇ નિવેદન આવ્યું નથી. નવજોત સિંહ સિદ્ધૂ ક્યાં ભાગી ગયા છે? જો આ ઘટના બાદ પણ તેઓ આઇએસઆઇ પ્રમુખને ગળે મળવા માગે છે તો કોંગ્રેસે તેના પર ધ્યના આપવું જોઇએ.’

તેમણે આગળ કહ્યું કે નનકાના સાહિબનું શીખ સમાજમાં આગવું મહત્વ છે. બાબા નાનકનો જન્મ અહીં થયો હતો. લેખીએ પાકિસ્તાન સરકારની પણ જાટકણી કાઢી હતી. પાકિસ્તાનની સરકારે નાનકાના સાહેબનું નામ બદલી ગુલામ-એ-મુસ્તફા કરી નાખવાની ધમકી આપી છે. અને તે પણ 21મી સદીમાં. પાકિસ્તાનમાં આવી ખરાબ પરિસ્થિતી છે. પાકિસ્તાનમાં હિન્દૂ ધર્મના મંદિર અને લઘુમતીઓ પર સતત હુમલા થઇ રહ્યાં છે. દાયકાઓથી લઘુમતીઓને લઇને માનવધિકારોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. લઘુમતિઓનું બળજબરી પૂર્વક ધર્મ પરિવર્તન કરાવામાં આવે છે. આવા અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહેતા હોય છે.