ડિસેમ્બર’19: રાજકોટમાં 111 અને અમદાવાદ સિવિલમાં 85 શિશુઓના મોત થયા

ગુજરાત મુખ્ય સમાચાર

રાજસ્થાનના કોટામાં 110 બાળકોની મોતનો મામલો સમ્યો નથી ને ગુજરાતમાં 196 બાળકોની મોતનો ગંભીર મામલો સામે આવ્યો છે. ગુજરાતના રાજકોટમાં સ્થિત સિવિસ હોસ્પિટલમાં ગત મહિને 111 બાળકોના મોત થયા હતા, જ્યારે અમદાવાદમાં 85 નવજાત શિશુઓના મોત નીપજ્યા હતા. આ દરમિયાન હેરાન કરવાવાળી બાબત એ છે કે મીડિયા દ્વારા આ મામલે સવાલ કરાતા મુખ્યમંત્રી રુપાણીએ તેની અવગણના કરતા જવાબ આપવાનું ટાળ્યું હતું.

આ મામલો સામે આવ્યા પછી અમદાવાદ સિવિલ તરફથી જણાવવામાં આવ્યું કે, ડિસેમ્બરમાં 455 નવજાત શિશુઓને ICUમાં રાખવામાં આવ્યા હતા, જેમાંથી 85 શિશુઓના મોત થયા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલ પણ 111 બાળકોની મોત સ્વીકારી રહી છે પરંતુ સારવારમાં બેદરકારીના આરોપને નકારી રહી છે. રાજકોટ સિવિલ તંત્રનું કહેવુ છે કે, રાજકોટમાં નવજાત શિશુઓની સરેરાશ મોતનું પ્રમાણ 70-80 છે. જેનું મુખ્ય કારણ શિશુઓને હોસ્પિટલ સુધી લાવવામાં લાગતો લાંબો સમય છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ એકમાત્ર કેન્દ્ર છે જ્યાં આધુનિક ચિકિત્સા સારવાર માટે લોકો દૂર-દૂરથી આવે છે. 

રાજસ્થાન કોટા હોસ્પિટલની વાત કરીએ તો વર્ષ 2019માં અહી 963 શિશુઓની મોત થઇ હતી, 2018માં 1005 શિશુ, 2014માં લગભગ 1100 શિશુઓના મોત નીપજ્યા હતા.