સમુદ્રી લુંટારુઓએ હોંગકોંગના જહાજમાં સવાર 18 ભારતીયોનું અપહરણ કર્યું

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

સમુદ્રી લુંટારુઓએ નાઈજીરીયાના દરિયા કિનારે થી હોંગકોંગના ઝંડાવાળા એક જહાજનું અપહરણ કરી લીધું છે. અપહ્યત જહાજમાં 19 લોકો સવાર હતા જે પૈકીના 18 ભારતીયો હતા. સમુદ્રી લુંટારુઓએ નાઈજીરીયાના તટીય વિસ્તારમાંથી હોંગકોંગના જહાજમાં સવાર 18 ભારતીયોનું અપહરણ કર્યું છે. સમુદ્રી ઘટનાઓ પર નજર રાખનારી એક વૈશ્વિક એજન્સીએ આ જાણકારી આપી છે. જાણવા મળ્યા મુજબ અપહ્યત જહાજ હાલ સુરક્ષિત છે અને નાઈજીરીયન નેવી તેના પર નજર રાખી રહી છે.

અધિકૃત વિગતો પ્રમાણે ભારતીયોના અપહરણના સમાચાર સામે આવ્યા બાદ નાઈજીરીયા ખાતેના ભારતીય મિશને ઘટના સાથે સંબંધીત જાણકારી મેળવવા અને અપહ્યત ભારતીયોને છોડાવવા માટે આફ્રિકી રાષ્ટ્રના અિધિકારીઓનો સંપર્ક સાધ્યો હતો. જહાજોની ગતિવિધિઓને ટ્રેક કરનારા ‘એઆરએક્સ મેરીટાઈમ’ની વેબસાઈટ પર સમુદ્રી ડાકુઓએ મંગળવારે જહાજને પોતાના કબજામાં લીધું હોવાનો ઉલ્લેખ છે.

સમુદ્રી લુંટારાઓએ જહાજ પર સવાર 19 લોકોનું અપહરણ કર્યું હતું જે પૈકીના 18 ભારતીય નાગરિક હતા જ્યારે એક તુર્કીશ નાગરિક હતો. લુંટારુઓએ ત્રણ ડિસેમ્બરની સાંજે નાઈજીરીયન તટ પાસેથી પસાર થઈ રહેલા હોંગકોંગના ઝંડાવાળા ‘વીએલસીસી, એનએવીઈ કાન્સ્ટલેશન’ જહાજ પર હુમલો કર્યો હતો.