દેશના નાગરિકોને ધૂળેટીની ભેટ મળી છે કેમ કે આજે પેટ્રેલો અને ડીઝલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. પાછલા કેટલાક દિવસોમાં પેટ્રોલ મોંઘુ થયું હતું જ્યારે ડીઝલની કિંમતમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે પરંતુ આજે પેટ્રોલ 7 પૈસા સસ્તું થયું છે જ્યારે ડીઝલની કિંમતમાં પણ કટૌતી યથાવત હતી જે આજે અટકી ગઈ છે. જો કે તેના ભાવમાં કોઈ બદલાવ થયો નથી. આજે રાજધાની દિલ્હીમાં પેટરોલ 72.78 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલની કિંમત 66.80 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈની વાત કરીએ તો આજે અહીં પેટ્રોલ 78.40 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલ 69.97 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. ચેન્નઈમાં પેટ્રોલ 75.59 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલની કિંમત 70.59 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલ 74.86 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલની કિંમત 68.59 રૂપિયા પ્રતિ લીટર છે.

