ગોધરા નરસંહાર મામલે નાસતા ફરતા મુખ્ય આરોપી યાકુબ પાતળીયાને આજીવન કેદ

ગુજરાત મુખ્ય સમાચાર

વર્ષ ૨૦૦૨માં ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચ નંબર એસ-૬ માં થયેલા નરસંહાર મામલે બુધવારે સ્પેશિયલ SIT કોર્ટે ૧૬ વર્ષથી નાસતા ફરતા મુખ્ય આરોપી યાકુબ પાતળીયાને હત્યાનો પ્રયાસ અને કાવતરા ઘડવા બદલ આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. આરોપી યાકુબ પાતળીયા પર ગેરકાયદેસર મંડળીનો સભ્ય બની ટ્રેન પર પથ્થરમારો અને આગ લગાડવાનો આરોપ હતો. સ્પેશિયલ કોર્ટે આરોપી યાકુબને હત્યા અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ આરોપીને સજા ફટાકરી છે. આ અંગે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નરેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું કે, આરોપી ગેરકાયદેસર મંડળીનો સભ્ય હતો અને ટ્રેન સળગાવવા માટે ૧૪૦ લીટર પેટ્રોલ લાવવામાં આવ્યું હતું તેમાં પણ તેનો હાથ હતો. ગોધરા સ્ટેશનથી એકાદ કિલોમીટર દૂર ટ્રેનની ચેન ખેંચવામાં આવી હતી અને ટ્રેનના કોચ નંબર એસ-૬ કે જેમાં કાર સેવકો સવાર હતા તેને સળગાવી દેવામાં આવ્યા હતા.