ગુજરાતમાં બિન સચિવાલય ક્લાર્ક ની ભરતી પ્રક્રિયામાં અનેક પ્રકારની ગેરરીતિ થતાં અને તેના પુરાવાઓ આપ્યા હોવા છતાં સરકારે કોઇ કાર્યવાહી નહીં કરતા ઉમેદવારો ગાંધીનગરમાં છેલ્લા 2 દિવસથી હડતાલ કરી રહ્યા છે. આજે સાંજે ઉમેદવારોના કહેવાતા નેતા યુવરાજસિંહ જાડેજા અને ગૃહ રાજ્ય મંત્રી વચ્ચે બેઠક થઇ હતી ત્યારબાદ યુવરાજ સિંહ આંદોલનમાંથી ખસી ગયા છે. આમ છતાં મહાત્મા મંદિર સામેના રોડ પર બેઠેલા ઉમેદવારો આંદોલનનું સ્થળ છોડવા તૈયાર નથી. તેઓ આ પરીક્ષાને રદ કરવામાં આવે તેવી માગણી સાથે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે
બીજી બાજુ 10 વાગ્યા પછી આ આંદોલનમાં નવો વળાંક આવ્યો છે આંદોલનમાંથી યુવરાજસિંહ આઉટ થયા બાદ કોંગ્રેસના નેતાઓ ઈન થયાં છે મોડી રાત્રે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પર દેશના નેતા અમિત ચાવડા સહિતના આગેવાનો ઉમેદવારો જ્યાં બેસીને આંદોલન કરી રહ્યા છે ત્યાં ગયા હતા અને સરકાર સામે લડી રહેલા ઉમેદવારોને બંને નેતાઓએ સંબોધન પણ કર્યું હતું
ગુજરાત કોંગ્રેસના આ બન્ને દિગ્ગજ નેતાઓએ ખાતરી આપી છે કે કોંગ્રેસ તમારી સાથે જ છે અને તમને ન્યાય અપાવવા માટે અમે છેક સુધી સરકાર સામે લડત આપીશું દરમિયાન માં રોડ પર આંદોલન કરી રહેલા ઉમેદવારનું ગુસ્સો હવે વધી રહ્યો છે. તેઓ કહે છે કે યુવરાજસિંહ સમાધાન કરવા ગયા હતા પરંતુ પાછા આવ્યા જ નથી બહેનોને મૂકીને ક્યાં જતા રહ્યા તે મોટો પ્રશ્ન છે ગુજરાત સરકાર સાથે જે કંઈ વાટાઘાટો થઈ હતી તેનો ખુલાસો અહીં આવીને યુવરાજસિંહ કરવાનો હતો પરંતુ તેઓ જતા રહ્યા છે
જો કે આ અગાઉ આજે સવારે અને બપોરે એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલા તથા કોંગ્રેસના આગેવાન હાર્દિક પટેલ આંદોલનકારીઓને મળવા ગયાં ત્યારે તેઓએ આ બંને નેતાઓને ગો બેક કહીને પાછા મોકલી દીધા હતા. પરંતુ આજે રાત્રે પરેશ ધાનાણી અને અમિત ચાવડા ને આંદોલન કરી રહેલા ઉમેદવારોએ પોતાનું પૂરતું સમર્થન આપી દીધું છે.
અત્રે નોંધનીય છે કે ગઈ કાલે આખી રાત પણ આ ઉમેદવારો ભૂખ્યા-તરસ્યા કડકડતી ઠંડીમાં બેસી રહ્યા હતા આજે રાત્રે પણ આખી રાત તેઓ બેસી રહે તેવી પૂરી શક્યતાઓ છે તેઓને એક જ માગણી છે કે સમગ્ર પરીક્ષાને રદ કરવામાં આવે અને નવેસરથી પરીક્ષા લેવામાં આવે જ્યારે કોંગ્રેસના નેતાઓએ એવી ભીતિ વ્યક્ત કરી છે કે સરકારના આદેશને પગલે પોલીસ તંત્ર ગમે તે ઘડીએ બળપ્રયોગ કરીને ઉમેદવારોને ગાંધીનગરમાંથી હાકી કાઢી શકે છે. આમ હવે બિન સચિવાલય ક્લાર્ક ની ભરતી માટે થયેલું આંદોલનને રાજકીય રંગ પકડવાનું પણ શરૂ કરી દીધું છે.

