સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ આ મામલે ચિંતા વ્યક્ત કરી

મુખ્ય સમાચાર

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ ન્યાયપાલિકામાં અમર્યાદિત ચર્ચાઓને લઇને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ગુરૂવારે કહ્યું કે જ્યુડિશિયરી અમર્યાદિત આચરણના અભૂતપૂર્વ રીતે વધી રહેલા કેસની ગવાહ બની રહી છે. તેમણે તે વાત ઉપર અફસોસ વ્યક્ત કર્યો કે ગરિમાપૂર્ણ રીતે થનારી ચર્ચાઓ અને દલીલોના સ્થાને કોર્ટમાં મુખર આચરણ અપનાવાઇ રહ્યું છે.

તેમણે કહ્યું કે તે વાત મહત્વપૂર્ણ છે કે પક્ષકારો દ્વારા ન્યાયપાલિકાની ગરિમા અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે આ બાબતની ઝડપથી ઓળખ થાય અને તેને અલગ થલગ પાડવામાં આવે. જસ્ટિસ ગોગોઇ નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ના લોનમાં સ્વતંત્રતા દિવસ સમારોહ પર ઉપસ્થિત લોકોને સંબોધિત કરી રહ્યા હતા.