લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 3થી વધુ કાર/વાહનોને સુરક્ષા કાફલા રૂપે જવા દેવા પર પ્રતિબંધ

ગુજરાત મુખ્ય સમાચાર

આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમા 3થી વધુ કાર/વાહનોને સુરક્ષા કાફલા રૂપે જવા દેવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં થાય તે જરૂરી છે. આ સુચનાઓ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં જરૂરી છે. આ જાહેરનામું અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળ આવતા સમગ્ર વિસ્તારને લાગુ પડશે. મતદાનના દિવસે પક્ષના કાર્યકરો મતદારોને ભાડાના અથવા પોતાના વાહનમાં મતદારોને મતદાન મથક સુધી નહીં લઈ જઈ શકે. જો લઈ જશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.