RTI : વડાપ્રધાન મોદીએ નોટબંધીની જાહેરાત આરબીઆઈની મંજૂર વગર કરી હતી

મુખ્ય સમાચાર રાજકીય

વડાપ્રધાન મોદીએ નોટબંધીની જાહેરાત આરબીઆઈની મંજૂર વગર કરી હતી? ડેક્કન હેરાલ્ડમાં છપાયેલા એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, આરટીઆઈમાંથી મળેલી માહિતીથી આ સમગ્ર વાત પ્રકાશમાં આવી છે. આ માહિતી પ્રમાણે નોટબંધીની જાહેરાતના અઢી કલાક પહેલા સાંજે 5.30 વાગે આરબીઆઈની બેઠક થઈ હતી. પરંતુ વડાપ્રધાને બોર્ડની મંજૂરી લીધા વગર જ નોટબંધીની જાહેરાત કરી હતી. આરબીઆઈએ 16 ડિસેમ્બર 2016એ સરકારના પ્રસ્તાવની મંજૂરી મોકલાવી હતી, એટલે કે 38 દિવસ બાદ આરબીઆઈએ આ મંજૂરી મોકલાવી હતી.